રમતગમત મંત્રી માંડવિયાએ, મિશન ઓલિમ્પિક સેલની બેઠકમાં મહત્તમ યોગદાન આપવા હિસ્સેદારોને વિનંતી કરી
નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે, ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે મિશન ઓલિમ્પિક સેલની બેઠક બોલાવીને તમામ હિતધારકોને, રમતગમતમાં દેશને આગળ વધારવા માટે યોગદાન આપવા હાકલ કરી હતી. ભાર
રમત


નવી દિલ્હી, 9 જાન્યુઆરી (હિ.સ.) કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ

માંડવિયાએ બુધવારે, ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે મિશન ઓલિમ્પિક સેલની બેઠક

બોલાવીને તમામ હિતધારકોને, રમતગમતમાં દેશને આગળ વધારવા માટે યોગદાન આપવા હાકલ કરી

હતી.

ભારતનું

રમતગમતનું માળખાગત સુવિધા અને ભંડોળ વૈશ્વિક સ્તરે સારું પ્રદર્શન કરી રહેલા

દેશોની સમકક્ષ છે. ઓલિમ્પિકમાં મેડલ જીતવા, એ એક વર્ષ કે છ મહિનાનું કામ નથી. માંડવિયાએ 2028 લોસ એન્જલસ

ગેમ્સની તૈયારીની યોજનાઓ પર કેન્દ્રિત એક બેઠકમાં જણાવ્યું હતું. “તેના માટે

પહેલાથી સારી તૈયારીની જરૂર છે.

ગગન નારંગ, પુલેલા ગોપીચંદ, વિરેન રાસક્વિન્હા, અપર્ણા પોપટ, ડૉ. સત્યપાલ સિંહ, પ્રશાંતી સિંહ, ગાયત્રી મડકેકર, કમલેશ મહેતા, સાયરસ પોંચા, દીપ્તિ બોપૈયા, સિદ્ધાર્થ શંકર, મનીષા મલ્હોત્રા, ગૌતમ વાઢેરા, પ્રેમ લોચબ સહિત, ઘણા લોકોએ આ બેઠકમાં હાજરી આપી હતી.

આ બેઠકમાં દેશભરના ખેલાડીઓ, કોચ અને વહીવટકર્તાઓ, રમતગમત મંત્રાલય

અને ભારતીય રમતગમત સત્તામંડળ (એસએઆઈ) ના અધિકારીઓએ પોતાના મંતવ્યો રજૂ કરવા માટે એકઠા થયા હતા.

રમતગમત મંત્રાલયના સચિવ સુજાતા ચતુર્વેદીએ, નવનિર્મિત મિશન

ઓલિમ્પિક સેલના સભ્યો અને ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટોપ્સ) ના નવનિયુક્ત સીઈઓ

નચત્તર સિંહ જોહલનો પરિચય કરાવ્યો.

રમતગમત મંત્રીએ, રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન, રાજ્ય સરકારો, કોર્પોરેટ ગૃહો, જાહેર ક્ષેત્રના

ઉપક્રમો અને બિન-સરકારી સંગઠનોના સંયુક્ત પ્રયાસો દ્વારા દેશમાં રમતગમતની

ઇકોસિસ્ટમને સુધારવા માટે, 360 ડિગ્રી અભિગમ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande