બીજિંગ, નવી દિલ્હી, 8 જાન્યુઆરી (હિં.સ.)
ચીને મંગળવારે ઇટાલીના તુરીનમાં 2025 એફઆઈએસયુવિન્ટર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ માટે તેના પ્રતિનિધિમંડળની
સત્તાવાર જાહેરાત કરી હતી.
84 સભ્યોના
પ્રતિનિધિમંડળમાં 13 યુનિવર્સિટીઓના 48 એથ્લેટ્સનો
સમાવેશ થાય છે.જેઓ આલ્પાઇન સ્કીઇંગ, ક્રોસ-કંટ્રી સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, સ્કી પર્વતારોહણ, કર્લિંગ અને શોર્ટ ટ્રેક સ્પીડ સ્કેટિંગમાં ભાગ લેશે.
એથ્લેટ્સની સરેરાશ ઉંમર 22 વર્ષ છે, જેમાંના 45 ખેલાડીઓએ વર્લ્ડ મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં પદાર્પણ કર્યું
છે.
તૈયારીમાં, ચાઇના યુનિવર્સિટી સ્પોર્ટ્સ ફેડરેશને શ્રેણીબદ્ધ પસંદગીના
કાર્યક્રમો યોજ્યા છે. હાલમાં બીજિંગ અને ઉત્તરપૂર્વ ચીનના જિલિન પ્રાંતમાં તાલીમ
શિબિરો ચાલી રહી છે.
ચીનના પ્રતિનિધિમંડળના વડા લિયુ લિક્સિને આશા વ્યક્ત કરી કે,”
એથ્લેટ્સ વૈશ્વિક મંચ પર ચીનની યુવા પેઢીની સકારાત્મક છબી પ્રદર્શિત કરશે.વિશ્વભરના યુવાનો
સાથે આંતરરાષ્ટ્રીય મિત્રતા બાંધશે અને ભાગ લેનારી ટીમો વચ્ચે સાંસ્કૃતિક
આદાનપ્રદાનને પ્રોત્સાહન આપશે.”
11-સ્પોર્ટ વિન્ટર
યુનિવર્સિઆડ 13 થી 23 જાન્યુઆરી
દરમિયાન ટ્યુરીનમાં યોજાશે.જેમાં 55 દેશો અને
પ્રદેશોના 2,600 થી વધુ એથ્લેટ્સ
અને અધિકારીઓને આકર્ષશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ