નવસારી/અમદાવાદ,9 જાન્યુઆરી (હિ.સ.) મહારાષ્ટ્રના કોલાપુરથી યુથ ફેસ્ટિવલમાં આવેલ વિદ્યાર્થીઓની લક્ઝરીને નવસારી જિલ્લાના ચીખલી પાસેના હાઇવે અકસ્માત થયો. જેમાં બસના ડ્રાઇવર સહિત આઠ વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા થઈ છે.
નવસારી જિલ્લાના ચીખલી પાસેના હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી જેમાં લક્ઝરી બસ નું ટાયર ફાટતા તે હાઇવેને અડીને આવેલા ઝાડ સાથે અથડાઈ હતી જેમાં ડ્રાઇવર અને આઠ જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઈર્ષા પહોંચી છે.
મહારાષ્ટ્રના કોલાપુરથી મહેસાણા ખાતે આયોજિત યુથ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ આવ્યા હતા, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પરત ફરતી વેળા ચીખલીના મજીગામ હાઈવે પાસે બસનું ટાયર ફાટ્યું હતું જેમાં બસ હાઇવે ને અડીને આવેલા ઝાડ સાથે અથડાઈ હતી, આ અકસ્માતમાં ડ્રાઇવર અને આઠ જેટલા વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પહોંચી છે,ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, ઘટનાની જાણ ચીખલી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે દોડી જે તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ