ગાંધીધામના અંતરજાળના ગામમાં મરેલી ગાયને ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાંધી ઢસડી 
ભુજ/અમદાવાદ,9 જાન્યુઆરી (હિ.સ.) ગાય ને આપણે ગૌ માતા કહીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ. ગાયનું મહત્વ માત્ર દૂધ આપવા સુધી જ સીમિત હોવાના દૃશ્યો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં તાલુકાના અંતરજાળ ગામમાં મરેલી ગાયને ટ્રેક્ટરની
ગાંધીધામના અંતરજાળના ગામમાં મરેલી ગાયને ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાંધી ઢસડી 


ભુજ/અમદાવાદ,9 જાન્યુઆરી (હિ.સ.) ગાય ને આપણે ગૌ માતા કહીએ છીએ અને તેની પૂજા કરીએ છીએ. ગાયનું મહત્વ માત્ર દૂધ આપવા સુધી જ સીમિત હોવાના દૃશ્યો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે. કચ્છ જિલ્લાના ગાંધીધામમાં તાલુકાના અંતરજાળ ગામમાં મરેલી ગાયને ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાંધી ઢસડી જતાં દ્રશ્યો સામે આવ્યા. મૃત ગાયના નિકાલ સમયે બિનવારસી મૃતદેહને પંચાયતના ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાંધીને ઢસડીને લઈ જવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો બાદમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ગૌ પ્રેમીઓની લાગણી દુભાઈ છે.

અંતરજાળ ગામના ઉપ-સરપંચ ડી એન ઝરૂ સાથે વાત કરતા તેમણે ઘટનાનો સ્વીકાર કરતા કહ્યું હતું કે, જ્યારે પણ ગાયના મૃતહેહને ઉપાડવાની વાત હોય ત્યારે સાથે મળી ગાયને ટ્રેક્ટરની ટ્રોલીમાં ચડાવીએ છીએ, પરંતુ આજે સવારે સ્થાનિક લોકોના ફોન આવતા હોય ઉતાવળે સફાઈ કામદારથી શરતચૂક થઈ છે. આગળ આવી ઘટના ના બને તેનો ખ્યાલ રખાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande