નવસારી/અમદાવાદ,9 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત અને દેશમાં યોજાતા ડોગ શોમાં પ્રસિદ્ધ બ્રીડ્સ જેવી કે બેલ્જિયન શેફર્ડ, ગ્રોનેન્ડેલ, ન્યૂ ફાઉન્ડલેન્ડ, બુવર્બલ, ગોલ્ડન રિટ્રીવર, જર્મન શેફર્ડ, કેન કોર્સો, ગ્રેટ ડેન, શિટ્ઝુ, ફ્રેન્ચ બુલડોગ, પગ, ચાઉ ચાઉ, સાઇબેરિયન હસ્કી, મિની પોમ, સેબલ હસ્કી, બોક્સર, જેક રસેલ ટેરિયર, લેબ્રાડોર અને રોટવિલર પણ ભાગ લે છે.
નવસારી જિલ્લામાં છેલ્લા 11 વર્ષથી યોજાતા ડોગ શોમાં આ વર્ષે પાકિસ્તાની નસલનો બુલી બ્રિડ શ્વાન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ શ્વાનની ઊંચાઈ 3.5 ફૂટ છે અને તેનું વજન 85 કિલો છે.
નવસારીમાં રહેતા જમશેદ આસ્પી અસુંદરિયાનો છે. જે આ વર્ષે યોજાયેલા ડોગ શોનો વિનર પણ રહ્યો છે. નવસારી જિલ્લાના સુંદર ગામના જમશેદભાઈ બે વર્ષ પહેલા ધરમપુરથી આ અનોખા પાકિસ્તાની નસલના બુલી બ્રીડનો શ્વાન લાવ્યા હતા. આ વિશાળકાય શ્વાનની ઊંચાઈ 3.5 ફૂટ છે અને વજન 85 કિલો છે, જે તેને સૌથી વિશાળકાય શ્વાન બ્રીડ્સમાંની એક બનાવે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ શ્વાન નવસારીના ડોગ શોમાં વિજેતા બની રહ્યો છે.
જમશેદભાઈના જણાવ્યા મુજબ, આ પાકિસ્તાની બુલી ડોગની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે દિવસે શાંત સ્વભાવનો હોય છે, પરંતુ રાત્રે અત્યંત સતર્ક અને ફિરોશિયસ બની જાય છે. તે માત્ર નોન-વેજ આહાર લે છે. વિશ્વના વિશાળકાય શ્વાનોની યાદીમાં આ બ્રીડ 6થી 7મા ક્રમે આવે છે.પાકિસ્તાની બુલી ડોગના વિશાળકાય કદ અને આકર્ષક દેખાવે તેને વિશેષ ધ્યાન આકર્ષિત કર્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ