ગીર સોમનાથ, 18 ઓક્ટોબર (હિ.સ.): વેરાવળ આજે ધનતેરસના શુભ મુહૂર્તમાં હિન્દુ શાસ્ત્ર પ્રમાણે લોકો વેપારીઓ પોતાના કામકાજ માટે અને પરિવારની શુભકામના માટે જ્યારે લક્ષ્મી પૂજન કરે છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો દ્વારા કેમેરા પુજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌએ લક્ષ્મીજીને યાદ કરી કે દરેકના પરિવારને સુખ શાંતિ અને ધંધા રોજગારમાં બરકત આપે એવી શુભકામના પ્રાર્થના કરીને ભગવાન પાસે લક્ષ્મીજી પાસે આશીર્વાદ મેળવે છે.
જેમાં ગીર સોમનાથના ફોટોગ્રાફર વિડીયોગ્રાફર મિત્રો જેમ કેરાજેશભાઈ પુરોહિત મનીષભાઈ મેથીયા, ધવલભાઇ સોની, અજયભાઈ દયાપર, ભાવિનભાઈ ચાવડા, કરણભાઈ ચોલેરા આનું સંચાલન કરનાર મુકેશ ચોલેરા તમામ ફોટોગ્રાફર મિત્રોએ સાથે પૂજન કરી અને પ્રસાદનો લાભ લેય છે અને જે શાસ્ત્રીજી છે મનીષભાઈ પેરાણી આજે એક ફોટોગ્રાફર પણ છે અને કેમેરા નું પુજન પણ કરાવે છે
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ