સોમનાથ, 18 ઓક્ટોબર (હિ.સ.) સુત્રાપાડા ખાતે તહેવારો ને કારણે નેત્ર નિદાન કેમ્પ બંધ રહેશે.દર માસની 20 તારીખે નવદુર્ગા મંદિર સુત્રાપાડા ખાતે જી.એચ.સી.એલ. ફાઉન્ડેશન – સુત્રાપાડા દ્વારા યોજવામાં આવતો નેત્ર નિદાન કેમ્પ દિવાળી ના તહેવારોને કારણે બંધ રાખેલ છે. ફાઉન્ડેશન ના અધિકારી જીતેન્દ્રભાઇ ભટ્ટ જણાવ્યા મુજબ આવતા નવેમ્બર માસની ૨૦ તારીખ થી ફરીવાર રાબેતા મુજબ કેમ્પ કરવામાં આવશે.
આ કેમ્પમાં જરૂરીયાત વાળા દર્દીઓ ને રણછોડદાસ બાપુ હોસ્પિટલ – રાજકોટ ખાતે વિના મુલ્યે મોતિયાનું ઓપરેશન કરી આપવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ