જામનગર કોર્પોરેશનના મિલકતવેરા શાખા દ્વારા ડીજીટલ માધ્યમથી 1.59 લાખના બીલોની બજવણી
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખા દ્વારા ડીજીટલ માધ્યમથી વેરા બિલોની બજવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરમાં કુલ 3,15,597 મિલ્કતો આવેલી છે, જેમાં છેલ્લા 25 દિવસમાં 1,59,000ના બિલની બજવણી કરવામાં આવી છે અને મિલ
જામનગર કોર્પોરેશન


જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખા દ્વારા ડીજીટલ માધ્યમથી વેરા બિલોની બજવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરમાં કુલ 3,15,597 મિલ્કતો આવેલી છે, જેમાં છેલ્લા 25 દિવસમાં 1,59,000ના બિલની બજવણી કરવામાં આવી છે અને મિલ્કતવેરો ભરી જવા પણ તાકીદ કરવામાં આવી છે. આ ડીજીટલ માધ્યમથી કરવામાં આવતી વેરા બીલની બજવણીથી વેરા શાખાની કામગીરીમાં મોટી રાહત થઈ છે.

જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ પર ઉપર ચાલુ નાણાંકિય વર્ષ 2025-26ના મિલ્કત વેરા, વોટર ચાર્જ તથા અન્ય વેરાના વાર્ષિક બિલો જનરલ બોર્ડ ઠરાવથી સોલીડ વેસ્ટ કલેકશન ચાર્જ, એન્વાયરમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ ચાર્જ, ગ્રીનરી ચાર્જ, સ્ટ્રીટ લાઈટ યુસેઝ ચાર્જ અને વોટર ચાર્જીસમાં વધારો કરવામાં આવેલ મુકવામાં આવેલ છે. તે અનુસારના વેરા આકારી બીલો પ્રોસેસ કરી બજવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વેરા બિલની બજવણી મિલકતધારકોને ડીજીટલ માધ્યમથી વેરા બિલો મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે.

જે અન્વયે મિલ્કત વેરા શાખા દ્વારા રજીસ્ટર્ડ થયેલ મોબાઈલ નંબરમાં લગત મિલકતધારકોને વોટ્સએપ ચેટ બોટ મારફત બિલો મોકલવામાં આવે છે. આ ડીજીટલ માધ્યમથી વેરા બિલ મોકલવાની પ્રક્રિયા શરુ થયાના 25 દિવસમાં જ 1,59,000 મિલ્કતધારકોને બિલની બજવણી કરવામાં આવી છે.ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરતા ન હોય તેમણે મિલકત વેરા શાખામાંથી રુબરુ બિલ મેળવવાની રહેશે, અથવા જામનગર મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.MCJAM NAGAR.COM પરથી પોતાના બિલ ડાઉનલોડ કરી બાકી રહેતા વેરા ભરપાઈ કરવા જાણ કરવામાં આવી છે.

ઓનલાઈન બીલ માટે હાય લખી મોકલો જામનગર મહાનગરપાલિકાની મિલ્કત વેરા શાખા ખાતે રજીસ્ટર્ડ કરાવેલ ન હોય તો જામનગર મહાનગરપાલિકાના વોટસએપ ચેટ બોટ નં-94265 24365 માં Hi લખી આજે જ આપન મોબાઈલ નંબર રજીસ્ટર્ડ કરાવવા માટે ટેક્સ આસિ.કમિશનર દ્વારા જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande