નવસારી, 18 ઓક્ટોબર (હિ.સ.) નવસારી જિલ્લાના વિજલપોરમાં કમલેશસિંહ નારાયણસિંહ રાજપુરોહિત સામે ઓનલાઇન ઠગાઈનો બનાવ સામે આવ્યો છે. આરોપીઓએ વોટ્સએપ દ્વારા ટેલિગ્રામ લિંક મોકલી, “પ્રીપેડ ટાસ્ક” પૂરા કરવા માટે ક્યૂઆર કોડ દ્વારા કુલ ₹81,000 છેતરપિંડીથી મેળવી લીધા.
મહત્વપૂર્ણ વિગતો મુજબ, 7 ઓક્ટોબર, 2025ના રોજ સવારે 9:45 થી 8 ઓક્ટોબર બપોરે 1:15 સુધી કમલેશસિંહને અલગ-અલગ ટાસ્ક પૂરા કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા. ‘kar’ નામની ટેલિગ્રામ ચેનલના સંચાલકે પણ આ ટાસ્ક માટે ક્યૂઆર કોડ મોકલ્યા હતા, જેના દ્વારા નાણાં થકી કરાવાયા.
કેસમાં ત્રણ આરોપીઓ જોડાયેલા છે: એક અજાણ્યા મોબાઇલ નંબરનો ધારક, ‘kar’ ચેનલ સંચાલક અને ફિનો પેમેન્ટ બેંકના ખાતાધારક રાસીદુલ ઇસ્લામ. વિજલપોર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.આઇ. રાઠોડ કેસની તપાસ ચાલુ રાખી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે