દિવાળી પર્વ પર શહેરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ગેરકાયદેસર ફટાકડા સ્ટોરની તપાસ
જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં દિવાળી પર્વના તહેવારને અનુલક્ષીને પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ગેરકાયદેસર ફટાકડા સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી.સીટી
જામનગર પોલીસનું ચેકીંગ


જામનગર, 18 ઓક્ટોબર (હિ.સ.) જામનગરમાં દિવાળી પર્વના તહેવારને અનુલક્ષીને પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. શહેરમાં શાંતિ અને સલામતી જાળવવા માટે મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને ગેરકાયદેસર ફટાકડા સ્ટોરની તપાસ હાથ ધરવામાં આવી હતી.સીટી બી પોલીસ સ્ટેશનના પીઆઈ પી.પી. ઝા અને પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા સહિતના સ્ટાફે આ કામગીરી સંભાળી હતી. પોલીસ દ્વારા સીટી બી પોલીસ સ્ટેશન વિસ્તારના ગુલાબ નગરથી શરૂ કરીને શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વાહન ચેકિંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા ફટાકડાના સ્ટોલની તપાસ કરવામાં આવી હતી.દિવાળી પર્વ લોકો શાંતિપૂર્ણ અને સલામતીપૂર્વક માણી શકે તે સુનિશ્ચિત કરવા માટે આ પગલાં લેવામાં આવ્યા હતા. ગુલાબ નગરના મુખ્ય માર્ગો, બજારો અને અન્ય વિસ્તારોમાં આવેલા ફટાકડાના સ્ટોલ પર પણ સઘન ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande