ભાવનગર મહાત્મા ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત દિવસના અવસરે ભાવનગર રેલવે મંડળમાં નિરીક્ષણ, વૃક્ષારોપણ તથા પુરસ્કાર વિતરણ કાર્યક્રમ
ભાવનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) મહાત્મા ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત દિવસના ઉપલક્ષ્યે 02 ઓક્ટોબર, 2025 (ગુરુવાર)ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે “સ્વચ્છતા હી સેવા – 2025” તથા “સ્વચ્છતા પખવાડિયું – 2025” નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો. ભાવનગર પરા સ્થિત
ભાવનગર મહાત્મા ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત દિવસના અવસરે ભાવનગર રેલવે મંડળમાં નિરીક્ષણ, વૃક્ષારોપણ તથા પુરસ્કાર વિતરણ કાર્યક્રમ


ભાવનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) મહાત્મા ગાંધી જયંતિ અને સ્વચ્છ ભારત દિવસના ઉપલક્ષ્યે 02 ઓક્ટોબર, 2025 (ગુરુવાર)ના રોજ પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ ખાતે “સ્વચ્છતા હી સેવા – 2025” તથા “સ્વચ્છતા પખવાડિયું – 2025” નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો.

ભાવનગર પરા સ્થિત રેલવે પોલીસ પોસ્ટ (સિન્હા કોલોની), ભાવનગર પરા સ્થિત રેલવે ઉદ્યાન અને ભાવનગર પરા સ્થિત રેલવે મ્યુઝિયમ ખાતે મંડળ રેલ પ્રબંધક અપર મંડળ રેલ પ્રબંધક તથા શાખા અધિકારીઓ દ્વારા નિરીક્ષણ તથા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.

આ અવસરે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળની અધ્યક્ષ શાલિની વર્મા તથા મહિલા કલ્યાણ સંગઠનની તમામ પદાધિકારીઓએ ભાવનગર પરા સ્થિત રેલવે મ્યુઝિયમનું નિરીક્ષણ કર્યું અને મંડળ સુરક્ષા આયુક્ત કાર્યાલય પરિસરમાં શહીદ સ્મારક પાસે વૃક્ષારોપણ કર્યું. આ સ્થળોએ પૌધારોપણ દ્વારા પર્યાવરણનું સંતુલન તથા હરિત વિસ્તાર વધારવાનો સંદેશ આપવામાં આવ્યો. આ અભિયાનએ સ્થાનિક નાગરિકો અને રેલવે કર્મચારીઓને સ્વચ્છતા તથા પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃત કરવા મહત્વની ભૂમિકા ભજવી.

અભિયાનનો સમાપન સમારોહ મંડળ કાર્યાલય સ્થિત સભાખંડમાં યોજાયો. આ પ્રસંગે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO), ભાવનગર મંડળની અધ્યક્ષ તથા મહિલા કલ્યાણ સંગઠનની પદાધિકારીઓ દ્વારા કેન્દ્રીય વિદ્યાલય, બાલ મંદિર અને કિડ્સ હટના 12 બાળકોને ચિત્રકલા સ્પર્ધામાં વિજેતા બનવા બદલ પુરસ્કૃત કરવામાં આવ્યા. આ બાળકો એ સ્વચ્છતા, હરિત પર્યાવરણ તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આદર્શોને તેમની ચિત્રકૃતિઓ દ્વારા જીવંત કર્યા.

તે ઉપરાંત સ્વચ્છતા પખવાડિયું–2025 દરમિયાન ઉત્તમ કાર્ય કરનારા 12 કર્મચારીઓને મંડળ રેલ પ્રબંધક દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. “સ્વચ્છતા હી સેવા – 2025” અભિયાન (17 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2025) દરમિયાન કરેલા અસાધારણ યોગદાન બદલ તેમને પુરસ્કાર આપવામાં આવ્યા. આ કર્મચારીઓએ “વેસ્ટ ટુ આર્ટ”, ક્લીનલીનેસ ટારગેટ યુનિટ (CTU) માં સુધારા, કાર્યસ્થળ પર સ્વચ્છતા, જનજાગૃતિ અને શ્રમદાન જેવી પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર કાર્ય કર્યું.

17 દિવસ સુધી ચાલેલા આ અભિયાન દરમ્યાન મંડળ સ્તરે અનેક સ્થળોએ શ્રમદાન, સ્વચ્છતા રેલી, જાગૃતિ અભિયાન તથા પૌધારોપણ કાર્યક્રમો યોજાયા. “વેસ્ટ ટુ આર્ટ” ની પહેલ હેઠળ રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારો દ્વારા કચરો તથા અવશિષ્ટ સામગ્રીને ઉપયોગી કલાત્મક કૃતિઓમાં ફેરવી પર્યાવરણ સંરક્ષણનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. સ્ટેશન પરિસર, કોલોનીઓ, વર્કશોપ તથા કાર્યાલયોમાં વ્યવસ્થિત સફાઈ તથા સ્વચ્છ વાતાવરણ જાળવવા માટે સંયુક્ત પ્રયાસો કરવામાં આવ્યા. સમગ્ર પખવાડિયું દરમ્યાન અધિકારીઓ, કર્મચારીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા નાગરિકોની સક્રિય ભાગીદારી રહી.

આ સમારોહ માત્ર એક ઔપચારિક કાર્યક્રમ ન હતા, પરંતુ મહાત્મા ગાંધીજીના “સ્વચ્છતા હી સેવા” ના આદર્શોને જનજન સુધી પહોંચાડવાનું સાધન સાબિત થયો. ભાવનગર મંડળે આ અવસરે સંકલ્પ કર્યો કે આવનારા સમયમાં પણ રેલવે પરિસર તથા સમાજને સ્વચ્છ, હરિત અને સ્વસ્થ બનાવવા માટે સતત પ્રયાસો ચાલુ રાખશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande