જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગર શહેરના પ્રણામી સ્કૂલ પાસે આવેલા નંદનધામ સોસાયટીમાં કોમન પ્લોટમાં થયેલા દબાણ અંગે રહીશોની વારંવાર રજૂઆત છતાં કોઈ પગલાં ન ભરાતા કંટાળેલા રહેવાસીઓએ મહાપાલિકાને આવેદનપત્ર પાઠવી પગલાં લેવાની માગણી કરી છે.મ્યુ. કમિશનરને સોસાયટીના એડવોકેટ દ્વારા થયેલી લેખિત રજુઆતમાં આક્ષેપ સાથે જણાવાયું છે કે, નંદધામ સોસાયટીના 54 પ્લોટોમાં મકાનો બનાવનારા લોકો માટે પ્રવેશ દ્વાર નજીક 519.43 ચોરસ મીટરનો કોમન પ્લોટ રખાયેલો હતો. 5559 ચોરસ ફુટના આ પ્લોટમાં એક વ્યક્તિએ કારખાનું બનાવીને ભાડે કરીને દબાણ કર્યું છે.પરંતુ જગ્યા ખાલી કરાવવા ત્યાર બાદ કોઈ પગલા લેવાયા ન હોવાથી નાગરિકોએ વકીલ મારફત જુન-2025માં લેન્ડ ગ્રેબીંગની ફરિયાદની અરજી કરવામાં આવી હતી. પરંતુ તેમાં હજી સુધી કોઈ પગલા લેવાયા ન્ હોવાથી નાગરિકો દ્વારા આ મામલે મ્યુ. કમિશનર-કલેક્ટર કક્ષાએ આધાર-પુરાવાઓ સહિત સામુહિક રજુઆત કરીને પગલા લેવા માંગણી કરાઇ છે.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt