જામનગરમાં વકીલની ધરપકડનો મામલો ઘેરો બન્યો : વકીલ આલમમાં રોષ
જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના પટેલ કોલોનીમાં મહિલાનું મકાન બળજબરીપૂર્વક ખાલી કરવાના પ્રકરણમાં પોલીસે કુખ્યાત શખ્સ અને તેના સાગરિતની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં એક વકીલની સંડોવણી પણ ખૂલતા પોલીસે તેની અટક કરતા વકીલ આલમમાં દેકારો બોલી ગયો છે અને
ચુકાદો પ્રતીકાત્મક તસ્વીર


જામનગર, 2 ઓક્ટોબર (હિ.સ.) જામનગરના પટેલ કોલોનીમાં મહિલાનું મકાન બળજબરીપૂર્વક ખાલી કરવાના પ્રકરણમાં પોલીસે કુખ્યાત શખ્સ અને તેના સાગરિતની ધરપકડ કર્યા બાદ આ પ્રકરણમાં એક વકીલની સંડોવણી પણ ખૂલતા પોલીસે તેની અટક કરતા વકીલ આલમમાં દેકારો બોલી ગયો છે અને પોલીસ સામે આ મામલે માનવ અધિકાર અને હાઈકોર્ટમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક મકાન ખાલી કરાવવા માટે દીવલા ડોન અને તેના સાગરિત બલભદ્રસિંહ જાડેજા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બંનેની ધરપકડ કરી પોલીસે તપાસ કરતા આમા નિર્મળસિંહ વકીલની સંડોવણી ખૂલતા પોલીસ દ્વારા તેની અટક કરવામાં આવી હતી. જે બાદ આ મામલે વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.બુધવારે સાંજે મળેલી વકીલ મંડળની બેઠકમાં પોલીસ દ્વારા કરેલી આ કાર્યવાહીનો વિરોધ કરી પોલીસ સામે માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવા તેમજ સિનિયર વકીલ દ્વારા હાઈકોર્ટમાં કેસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande