નવા વર્ષે ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર: કડવા પાટીદારોએ કુળદેવીના દર્શન કરી કર્યું નૂતન વર્ષનું મંગલાચરણ
મહેસાણા, 22 ઓક્ટોબર (હિ.સ.) વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થતાં જ મહેસાણા જિલ્લામાં આવેલા કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નૂતન વર્ષના પ્રથમ દિવસે માં ઉમિયાના દર્શન કરવા માટે ભક્તોમાં અધીરા જોવા
નવા વર્ષે ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર: કડવા પાટીદારોએ કુળદેવીના દર્શન કરી કર્યું નૂતન વર્ષનું મંગલાચરણ


નવા વર્ષે ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર: કડવા પાટીદારોએ કુળદેવીના દર્શન કરી કર્યું નૂતન વર્ષનું મંગલાચરણ


મહેસાણા, 22 ઓક્ટોબર (હિ.સ.) વિક્રમ સંવતનું નવું વર્ષ શરૂ થતાં જ મહેસાણા જિલ્લામાં આવેલા કડવા પાટીદારોના આસ્થાના કેન્દ્ર સમાન ઉમિયાધામ ઊંઝા ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. નૂતન વર્ષના પ્રથમ દિવસે માં ઉમિયાના દર્શન કરવા માટે ભક્તોમાં અધીરા જોવા મળી રહ્યા હતા, જેના કારણે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની લાંબી લાઈનો લાગી હતી.

કડવા પાટીદાર સમાજ માટે આ દિવસનું વિશેષ મહત્વ છે. આજના પવિત્ર દિવસે સમાજના લોકો પોતાના કુળદેવી માં ઉમિયાના દર્શન કરીને જ પોતાના નવા વર્ષની શુભ શરૂઆત કરે છે. મા ઉમિયાના આશીર્વાદ સાથે નવું વર્ષ સુખ-સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના સાથે ભક્તો મંદિરે પહોંચ્યા હતા.

ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો અને વિદેશોમાં વસતા કડવા પાટીદારો પણ ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે મા ઉમિયાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ઊંઝા પહોંચ્યા હતા. ભક્તોએ ભક્તિભાવપૂર્વક માં ઉમિયાના આશીર્વાદ મેળવીને અને પરંપરાગત રીતે દર્શન કરીને પોતાના નૂતન વર્ષનું મંગલાચરણ કર્યું હતું. મંદિર પરિસર જય ઉમિયાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande