મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નૂતન વર્ષે અમદાવાદના ભદ્રકાળી માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી
-રાજ્યના વિકાસ અને સૌ નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી ગાંધીનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખદાયી અને સમૃદ
મુખ્યમંત્રી એ નૂતન વર્ષે ભદ્રકાળી માતાજીના મંદિરે પૂજા-અર્ચના કરી


-રાજ્યના વિકાસ અને સૌ નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી

ગાંધીનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને વિક્રમ સંવત ૨૦૮૨ના પ્રારંભે નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ નવું વર્ષ સમગ્ર ગુજરાત માટે સુખદાયી અને સમૃદ્ધિમય બને તેમજ ગુજરાત પ્રગતિનાં નવાં શિખરો સર કરે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. આ સાથે મુખ્યમંત્રીએ ‘હર ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને આત્મસાત કરી, આત્મનિર્ભર ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નમાં સહભાગી બનવા સૌ નાગરિકોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ નૂતનવર્ષના પ્રારંભે અમદાવાદના લાલ દરવાજા પાસેના ભદ્રકાળી માતાજીનાં દર્શન-પૂજન કરી, રાજ્યના નાગરિકોનાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ભદ્રકાળી માતાજીને પ્રાર્થના કરી હતી.

ત્યાર બાદ મુખ્યમંત્રીએ એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ અવસરે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા, સાંસદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં મેયર પ્રતિભા જૈન, સ્થાનિક ધારાસભ્યઓ, આગેવાનો અને નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande