ગાંધીનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) આજે નૂતન વર્ષના પ્રારંભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ અમદાવાદના નાગરિકો તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો સાથે નવ વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું.
અમદાવાદના લાલ દરવાજા પાસેના ભદ્રકાળી માતાજીનાં દર્શન-પૂજન કરી, ત્યાર બાદ મુખ્યમંત્રીએ એનેક્ષી સરકીટ હાઉસ, શાહીબાગ ખાતે શહેરના શ્રેષ્ઠીઓ અને સામાન્ય નગરજનોને મળીને નવા વર્ષની શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.
ત્યાર બાદ મુખ્યમંત્રીએ નૂતન વર્ષ નિમિત્તે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારોની મળીને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોશી, રાજ્ય પોલીસવડા વિકાસ સહાય, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ