હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી તહેવારોમાં ખુશીઓ ફેલાવો, સ્વદેશી ઉત્પાદન અપનાવી દેશને સમૃદ્ધ બનાવો
- વડોદરા શહેરમાં આયોજીત સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ ''હસ્તકલા હાટ''માં હસ્તકલાની વસ્તુઓ વેચી આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપી રહ્યા છે અમિતભાઈ પારેખ - ‘સ્વદેશી - આપણો વારસો અને આત્મનિર્ભરતા - આપણી તાકાત’ની મૂળ ભાવના લોકોમાં જાગૃત કરવા બદલ પ્રધાનમંત્ર
હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી તહેવારોમાં ખુશીઓ ફેલાવો, સ્વદેશી ઉત્પાદન અપનાવી દેશને સમૃદ્ધ બનાવો


- વડોદરા શહેરમાં આયોજીત સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ 'હસ્તકલા હાટ'માં હસ્તકલાની વસ્તુઓ વેચી આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપી રહ્યા છે અમિતભાઈ પારેખ

- ‘સ્વદેશી - આપણો વારસો અને આત્મનિર્ભરતા - આપણી તાકાત’ની મૂળ ભાવના લોકોમાં જાગૃત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર: અમિત પારેખ

વડોદરા,22 ઓકટોબર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ'ના આહ્વાનને સાર્થક કરવાના ઉદ્દેશ્ય સાથે વડોદરા શહેરના જેલ રોડ પર આયોજિત 'સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ - હસ્તકલા હાટ'ને નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. આ આયોજન સ્થાનિક કારીગરો અને હસ્તકલાના વેચાણકારો માટે એક ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યું છે, જે સ્વદેશી ઉત્પાદનોની ખરીદી થકી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની પ્રેરણા પૂરી પાડે છે.

આ ફેસ્ટિવલમાં પોતાનો સ્ટોલ ધરાવતા અને છેલ્લા આઠ વર્ષથી હસ્તકલાની વસ્તુઓ બનાવીને વેચાણ કરતા અમિત પારેખે આયોજનની સફળતા અંગે સકારાત્મક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભામોદીએ લોકોને ફરી સ્વદેશી તરફ વળવા માટે જે ચળવળની પ્રેરણા આપી છે, તેના પગલે ખૂબ સરસ રીતે સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.અમિત પારેખના વધુમાં જણાવ્યા કે, લોકો અમારા સ્ટોલ પરથી ખૂબ ખરીદી કરી રહ્યા છે. શનિવાર અને રવિવારની રજાઓના દિવસોમાં તો લોકોએ મન મૂકીને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી હતી. આ ઉત્સાહ ફક્ત રજા પૂરતો સીમિત ન રહેતા, રજાના દિવસો બાદ પણ ઘરાકીનો ટ્રેન્ડ યથાવત રહ્યો છે.

આ પ્રતિસાદ એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે, વડોદરાના નાગરિકોમાં સ્વદેશી ચીજવસ્તુઓ પ્રત્યે જાગૃતિ અને સમર્થન વધી રહ્યું છે.

'સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ - હસ્તકલા હાટ' માત્ર એક ખરીદીનું સ્થળ નહીં, પણ રાષ્ટ્રની આર્થિક પ્રગતિમાં નાગરિકોને સીધું યોગદાન આપવા માટેનું માધ્યમ બની રહ્યું છે. અહીં પ્રદર્શિત થતી હસ્તકલાની વસ્તુઓ રાજ્યના કલા-કૌશલ્ય અને કારીગરીની સમૃદ્ધ પરંપરાનું પ્રતિક છે.

અમિત પારેખે આ તકે વડોદરા શહેરના તમામ લોકોને ખાસ અનુરોધ કરતાં જણાવ્યું છે કે, તેઓ આ સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલની અવશ્ય મુલાકાત લે. સ્થાનિક ઉત્પાદનો અને હસ્તકલાની ચીજવસ્તુઓની ખરીદી કરીને તેઓ પ્રત્યક્ષ રીતે 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપે.

આ સફળ આયોજન એ દર્શાવે છે કે સરકારના પ્રયાસો અને જનતાના સહકારથી 'વોકલ ફોર લોકલ'નું અભિયાન જન-આંદોલન બની રહ્યું છે, જે સ્થાનિક કારીગરોને સશક્તિકરણ કરી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા તરફનું એક નોંધનીય પગલું છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande