ગાંધીનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) દિવાળી તેમજ વિક્રમ સવંત 2082નું નવા વર્ષની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માજીએ, ગુજરાતની જનતા તેમજ કાર્યકર્તાઓને શુભકામના પાઠવી છે.
શુભકામના પાઠવતા પ્રદેશ અઘ્યક્ષએ જણાવ્યું છે કે, દિવાળી તેમજ વિક્રમ સંવત 2082નુ હિન્દુ સનાતન ઘર્મનું નવુ વર્ષની સૌને ખૂબ ખૂબ શુભકામના.આપના અને આપના પરિવારમાં સુખ, સંપત્તિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત ઝગમગતી રહે. આપ સૌનુ સ્વાસ્થ્ય ઉત્તમ રહે અને આખુ વર્ષ આપ પ્રગતીના પંથે બિરાજમાન થાવ તેમ ઇશ્વરને પ્રાર્થના. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે વિકસીત ભારત 2047નું જે સ્વપ્ન જોયુ છે, તેમા સાડા છ કરોડ ગુજરાતીઓ અગ્રેસર રહે તેવી પ્રાર્થના.
વડાપ્રધાનએ ભારતને મજબૂત અને આત્મનિર્ભર બનાવવા આપણને વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશી અભિયાનનો જે મંત્ર આપ્યો છે, તેમા મારા ગુજરાતના સૌ લોકો અગ્રેસર રહી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના સંકલ્પને સાકાર કરી, દેશને મજબૂત બનાવીશું તેવી આશા તેમજ વિકસીત ગુજરાતથી વિકસીત ભારત બનાવવાના સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. આજના આ પાવન દિવસે નૂતન વર્ષની સૌને ખૂબ ખૂબ શુભકામના.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ / માધવી વ્યાસ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ