સર્વરની સમસ્યાઓએ ગરીબોની દિવાળી બગાડી : રેશનિંગનો જથ્થો જ ન મળ્યો
જામનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) : ચાલુ વર્ષે દિવાળીનાં એક સપ્તાહ કરતા વધુ સમયથી પૂરવઠાનાં સર્વરની સમસ્યા સર્જાઈ છે. અને હવે દિવાળી વિતી ગઈ છે. છતા પણ સર્વર ડાઉન જ છે ત્યારે પૂરવઠાનાં આ સર્વરની સમસ્યા તંત્રએ નહી ઉકેલતા ચાલુ વર્ષે હજારો ગરીબોની દિવાળી બગડ
રેશનિંગનો જથ્થો


જામનગર, 22 ઓક્ટોબર (હિ.સ.) : ચાલુ વર્ષે દિવાળીનાં એક સપ્તાહ કરતા વધુ સમયથી પૂરવઠાનાં સર્વરની સમસ્યા સર્જાઈ છે. અને હવે દિવાળી વિતી ગઈ છે. છતા પણ સર્વર ડાઉન જ છે ત્યારે પૂરવઠાનાં આ સર્વરની સમસ્યા તંત્રએ નહી ઉકેલતા ચાલુ વર્ષે હજારો ગરીબોની દિવાળી બગડી ગઈ છે. અને તહેવારનાં જથ્થાથી વંચિત રહી ગયા છે. ઉલ્લેખનિય છે કે વ્યાજબી ભાવની દુકાન રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી સિસ્ટમ મારફત જે સોફ્ટવેર ચલાવવામાં આવે છે આ સોફ્ટવેર ચલાવતા જે સર્વર છે એ સર્વર વારંવાર ખોટકાય છે સર્વર ડાઉન થઈ જાય છે .

સર્વર એકદમ ધીમુ ચાલે તદ્દન થપ્પ થઈ જાય આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે એમાં પણ ખાસ કરીને જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો હોય ત્યારે સરકારશ્રી દ્વારા તહેવારને લગતી જે વધારાની ખાંડ તેલ જેવી ચીજ વસ્તુઓ આપવામાં આવતી હોય અને એ પણ તહેવાર પહેલાં સમયસર આપવાની થતી હોય ત્યારે સમગ્ર રાજ્યભરમાંથી એક સાથે આવી વાજબી ભાવની દુકાનો ખાતેથી વિતરણ કરવાનું હોય ત્યારે આ સર્વર પર બર્ડન વધી જવાના કારણે સર્વર સતત ડાઉન ચાલતું હોય છે .

પરિણામે વ્યાજબી ભાવની દુકાનો ખાતે લાંબી લાઈનો લાગતી હોય છે લોકોના ટોળેટોળા ઉમટી પડતા હોય છે અને સામાન્ય લોકો કે જે પોતાની રોજગારી છોડીને આ જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે દુકાનોના ધક્કા ખાતા હોય દુકાનો પર મોટાભાગનો સમય પસાર કરતા હોય તે આર્થિક અને માનસિક રીતે ખૂબ જ પીડા કારક બની રહેતું હોય છે .

વ્યાજબી ભાવના દુકાનદાર તરીકે દુકાનના સંચાલકો પણ સર્વર ડાઉનની સ્થિતિમાં એક પ્રકારે માનસિક યાતના ભોગવતા હોય છે સામાન્ય લોકોને સર્વર અને ઇન્ટરનેટનું બહુ જ્ઞાન પણ ન હોય તેઓને સમજાવવા તેઓની દલીલો ના જવાબ આપવા એક ને એક પ્રશ્ન નો વારંવાર જવાબ આપવો આ બધુ વ્યવહારમાં ખૂબ જ અઘરું બની જતું હોય છે આ એક પ્રકારની માનસિક યાતનામાંથી વ્યાજબી ભાવના દુકાનદાર ને પસાર થવાં પડે છે.

લોકોની ધીરજ ખૂટે ત્યારે દુકાનદાર ભાઈએ લોકોના રોષનું ભોગ પણ બનવું પડતું હોય છે અને આ સમસ્યા આજકાલની નથી માત્ર તહેવારો પૂરતી પણ નથી વારંવાર સર્વર ડાઉન ની સ્થિતિ બન્યા જ કરતી હોય છે જ્યારથી ઓનલાઇન સિસ્ટમની શરૂઆત થઈ ત્યારથી આ સમસ્યા સતત ચાલી આવે છે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરવા છતાં પણ રાજ્ય સરકાર આ સિસ્ટમમાં સુધારો લાવી શકી નથી આ ખૂબ સમજવા અને જાણવા જેવી વાત છે કે શા માટે જે વસ્તુ માટે આટલો મોટો ખર્ચ કરવામાં આવે છે છતાં સિસ્ટમને કેમ સુધારી શકાતી નથી શું ગરીબ જરૂરિયાતમંદ લોકોએ હંમેશા બે મુઠ્ઠી અનાજ માટે લાચારી જ કરતી રહેવાની શા માટે સરકારના બેઠેલાઓ જરૂરિયાતમંદ લોકો ની લાચારીને સમજી શકતી નથી આ જવાબદારી કોની છે.

આનું સમાધાન કોને કરવાનું છે એ સત્તાવાળાઓ અને સરકારમાં રહેલા લોકો બધા સારી રીતે જાણે છે પરંતુ કોઈએ પોતાની જવાબદારી સ્વીકારવી નથી અને પરિણામે આ સિસ્ટમમાં રહેલા લોકો વ્યાજબી ભાવના દુકાનદારો જે જાહેર વિતરણ વ્યવસ્થા ની અંતિમ કડી છે તેઓએ અને ગરીબ અને જરૂરિયાત મંદ લોકોએ પણ આમાં પીસાવવું પડે છે.

સિસ્ટમના સુધારા માટે વારંવાર પરિપત્રો કરવામાં આવે નવા નવા નિયમો ઘડવામાં આવે છતાં પણ સિસ્ટમ સુધરવાના બદલે દિવસે દિવસે બગડતી જાય છે સર્વરની સમસ્યાઓ માટે વારંવાર થતી કાગારોડ છતાં પણ આ સિસ્ટમમાં સુધારો નથી થતો ગ્રાહકોના એકના બદલે ડબલ ફિંગર પ્રિન્ટ લેવાની જે પદ્ધતિ છ. આ પદ્ધતિમાં પણ સુધારો કરવામાં નથી આવતો જો ડબલ પ્રિન્ટ લેવાનું બંધ થાય અને સિંગલ પ્રિન્ટમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનસીઓના બંને બિલ બની જાય તો સર્વર પર 50% ભારણ ઓછું થઈ જાય પરંતુ અધિકારીશ્રીઓ પોતાનાની વહીવટી સુવિધાઓ માટે સિસ્ટમમાં સુધારા કરી શકતા નથી વ્યાજબી ભાવ ની દુકાન ના સંચાલકોના મંડળો દ્વારા વારંવાર આવી માંગણીઓ મૂકવા છતાં પણ પોતાની સુવિધા ને પ્રાથમિકતા આપી અને દુકાનદારો અને સામાન્ય જનતા પીસાતી હોવા છતાં પણ તેઓ તેમની સુવિધા ખાતર લોકોની હેરાનગતિ ઓછી કરવા માંગતા નથી.

જો ગ્રાહકોની ડબલ ફિંગર પ્રિન્ટ લેવાના બદલે સિંગર પ્રિન્ટ ફિંગર પ્રિન્ટ લેવાની પદ્ધતિ અપનાવવામાં આવે આવે તો સર્વર પર 50% જેટલું ભારણ ઓછુ થાય અને આ ભારણ ઓછું થવાના કારણે સવારની સ્પીડ પણ વધે અને દુકાન ખાતેથી ગ્રાહકોના એક જ વખત ફિંગર પ્રિન્ટ લેવાના કારણે વિતરણમાં પણ ઝડપ આવે

રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કેન્દ્ર સરકાર સાથે સંકલન કરી અને સિંગલ ફિંગર પ્રિન્ટ ની વ્યવસ્થા કરવામાં આવે એવી નમ્ર વિનંતી અમો હિતુભા જાડેજા મહામંત્રી ઓલ ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એસોસિયેશન દ્વારા કરીએ છીએગુજરાત રાજ્યના ગરીબ અને જરૂરિયાત મંદ રેશનકાર્ડ ધારકો કે જેઓ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સસ્તા અનાજની દુકાન ખાતેથી દર મહિને ઘઉં ચોખા બાજરો વગેરે અનાજની જન્સીઓ મેળવે છે તથા રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ રાહત ભાવે ખાંડ નમક તેલ દાળ ચણા જેવી વિવિધ જન્સીઓ મેળવે છે.

સામાન્ય અને જરૂરિયાત મંદ રેશનકાર્ડ ધારકો સરકાર દ્વારા આપવામાં આવતી આધ ચિજ વસ્તુઓ વ્યાજબી ભાવની દુકાન ખાતે ખાતેથી આધાર આધારિત બાયોમેટ્રિક ઓથેંટીકેશન મારફત ઓળખ પ્રસ્થાપિત કરીને આ વિવિધ પ્રકારની જણસિઓ મેળવે છે આ માટે વ્યાજબી ભાવની દુકાન રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી સિસ્ટમ મારફત જે સોફ્ટવેર ચલાવવામાં આવે છે .

આ સોફ્ટવેર ચલાવતા જે સર્વર છે એ સર્વર વારંવાર ખોટકાય છે સર્વર ડાઉન થઈ જાય છે સર્વર એકદમ ધીમુ ચાલે તદ્દન થપ્પ થઈ જાય આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે એમાં પણ ખાસ કરીને જન્માષ્ટમી અને દિવાળી જેવા તહેવારો હોય ત્યારે સરકારશ્રી દ્વારા તહેવારને લગતી જે વધારાની ખાંડ તેલ જેવી ચીજ વસ્તુઓ આપવામાં આવતી હોય અને એ પણ તહેવાર પહેલાં સમયસર આપવાની થતી હોય ત્યારે સમગ્ર રાજ્યભરમાંથી એક સાથે આવી વાજબી ભાવની દુકાનો ખાતેથી વિતરણ કરવાનું હોય ત્યારે આ સર્વર પર બર્ડન વધી જવાના કારણે સર્વર સતત ડાઉન ચાલતું હોય છે.

સર્વર ડાઉનની સમસ્યા નિવારવા માટે જો સર્વર પર પડતું ભારણ ઓછું થાય તો મહદઅંશે સર્વરની સ્પીડમાં વધારો થઈ શકે પરંતુ રાજ્ય પુરવઠા વિભાગ આ માટે પોતાની જવાબદારી સ્વીકારવાના બદલે યુઆઇડીઆઇએ ના સર્વર પર દોષનો ટોપલો ઠોળીને જાણે પોતાની કોઈ જ ફરજ ન હોય એવી પ્રતિક્રિયા હંમેશા આપતું હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande