વડોદરા જિલ્લામાં સરદાર@150 અંતર્ગત 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન
- રાષ્ટ્રીય સ્તરની યુનિટી માર્ચ વડોદરા જીલ્લામાંથી પસાર થતી હોવાથી વડોદરા માટે સરદાર પટેલના જીવન મૂલ્યોને નજીકથી અનુભવવાની એક ઉત્તમ તક - એક પેડ માં કે નામ અંતર્ગત વિધાન સભાદીઠ ૫૬૩ વૃક્ષોનું સરદાર સ્મૃતિ વન ઉભુ કરવા સહિત વિવિધ પ્રવૃતિઓનું આયોજન -
વડોદરા જિલ્લામાં સરદાર@150 અંતર્ગત 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન


- રાષ્ટ્રીય સ્તરની યુનિટી માર્ચ વડોદરા જીલ્લામાંથી પસાર થતી હોવાથી વડોદરા માટે સરદાર પટેલના જીવન મૂલ્યોને નજીકથી અનુભવવાની એક ઉત્તમ તક

- એક પેડ માં કે નામ અંતર્ગત વિધાન સભાદીઠ ૫૬૩ વૃક્ષોનું સરદાર સ્મૃતિ વન ઉભુ કરવા સહિત વિવિધ પ્રવૃતિઓનું આયોજન

- પદયાત્રા પૂર્વે સ્વચ્છતા અભિયાન, યોગ શિબિર, એકતા સપથ અને સ્વદેશી ભારત સહિત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાશે

વડોદરા, 22 ઓકટોબર (હિ.સ.) સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના ઐતિહાસિક અવસર પર, તેમના રાષ્ટ્રીય એકતા પ્રત્યેના અતૂટ પ્રતિબદ્ધતા અને અમર વિરાસતને સમર્પિત 'યુનિટી માર્ચ' પદયાત્રાનું રાષ્ટ્રવ્યાપી જનઅભિયાન શરૂ થવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રવ્યાપી જનઅભિયાનમાં વડોદરા જિલ્લો ભાગીદાર બનવા જઈ રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારુ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સરદાર પટેલનું દૃઢ નેતૃત્વ, કૂટનીતિક કૌશલ્ય અને રાષ્ટ્રભાવના આજે પણ યુવા પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. આ પદયાત્રા દ્વારા તેમના 'એકીકૃત ભારત'ના દૃષ્ટિકોણને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત અને આત્મનિર્ભર ભારત'ના મિશન સાથે જોડીને જનભાગીદારીથી રાષ્ટ્રીય અભિયાનનું આહ્વાન કરવામાં આવ્યું છે.

યુનિટી માર્ચ અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાં વિધાનસભાદીઠ એક પદયાત્રાનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢ વિધાનસભાની પ્રથમ પદયાત્રા બાદ 10 નવેમ્બર થી 18 નવેમ્બર સુધી વડોદરા સહિત રાજ્યના તમામ જિલ્લામાં પદયાત્રાઓ યોજવામાં આવશે.

યુનિટી પદયાત્રા પૂર્વે વડોદરા જિલ્લામાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વિધાનસભા દીઠ સરદાર સ્મૃતિવન ઊભું કરવામાં આવશે જેમાં 562 વૃક્ષો વાવમાં આવશે. 31 ઓક્ટોબરના રોજ જિલ્લામાં ગાંધીજી, સરદાર પટેલ,ડૉ.ભીમરાવ આંબેડકર, ભગવાન બિરસા મુંડા સહિત અન્ય રાષ્ટ્રીય નાયકોની પ્રતિમા અને તેની આસપાસની જગ્યાઓ પર સ્વચ્છતાઅભિયાન હાથ ધરવામાં આવશે.

વધુમાં સ્વચ્છતા અભિયાન, યોગ શિબિર, એકતા સપથ અને સ્વદેશી ભારત અંતર્ગત વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. આ સાથે શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરની પદયાત્રાનું આયોજન સરદાર પટેલની જન્મભૂમિ કરમસદ થી 26 નવેમ્બર (સંવિધાન દિવસ) ના રોજ પ્રારંભ થનાર છે. આ યાત્રા 150 કિલોમીટર લાંબો માર્ગ ખેડા, આણંદ, વડોદરા, અને નર્મદા જિલ્લાઓમાંથી પસાર કરીને

રાષ્ટ્રીય એકતાનાં પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 6 ડિસેમ્બરના રોજ સમાપન પામશે. આ ઐતિહાસિક યાત્રાવડોદરા જિલ્લામાંથી પસાર થવાની હોવાથી, જિલ્લાના નાગરિકોને સરદાર પટેલના પ્રારંભિક જીવન મૂલ્યો અને રાષ્ટ્રભાવનાને નજીકથી અનુભવવાની એક ઉત્તમ તક પ્રાપ્ત થશે.

આ પદયાત્રામાં જિલ્લાના નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ NCC, NSS, માય ભારત વોલંટીયર્સ, સહકારી સંસ્થાઓ, વિવિધ રાજકીય પક્ષો, ઔઘોગિક એકમ, ધાર્મિક સંસ્થાનો, સ્થાનિક સાધુ-સંતો, ઇન્ફ્લુએન્સર્સ, સૈનિક પરિવારો, રમતવીરો, પ્રગતિશીલ કિસાનો, પ્રબુદ્ધ નાગરીક, કામદારો, સામાજિક આગેવાનો, સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ

ગ્રુપ સહિત વિવિધ જૂથ જોડાશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande