વોકલ ફોર લોકલ 2025, વડોદરાના ઈશિતાબેનના ડેકોરેટિવ આઇટમની ઓસ્ટ્રેલિયા અને કેનેડા સુધી માંગ..
- ગૃહ ઉદ્યોગ થકી 100 જેટલી મહિલાઓને પૂરી પાડે છે રોજગારી. વડોદરા,22 ઓકટોબર (હિ.સ.) વડોદરામાં અમદાવાદી પોળ ખાતે ડેકોરેટિવ આઇટમ્સ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય ચલાવતા 40 વર્ષીય ઇશિતાબેન ચિરાગભાઈ પરમાર છેલ્લા છ વર્ષથી વડોદરા અને આસપાસના ગામડાઓની 100 જે
વોકલ ફોર લોકલ 2025 વડોદરાના ઈશિતાબેનના ડેકોરેટિવ આઇટમની ઓસ્ટ્રેલિયા અને કેનેડા સુધી માંગ..


- ગૃહ ઉદ્યોગ થકી 100 જેટલી મહિલાઓને પૂરી પાડે છે રોજગારી.

વડોદરા,22 ઓકટોબર (હિ.સ.) વડોદરામાં અમદાવાદી પોળ ખાતે ડેકોરેટિવ આઇટમ્સ મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય ચલાવતા 40 વર્ષીય ઇશિતાબેન ચિરાગભાઈ પરમાર છેલ્લા છ વર્ષથી વડોદરા અને આસપાસના ગામડાઓની 100 જેટલી મહિલાઓને રોજગારી પૂરી પાડે છે. તેણી લગ્ન અને તહેવારોને લગતી સુશોભન વસ્તુઓ બનાવવાનો વ્યવસાય કરે છે અને જરૂરિયાતમંદ મહિલાઓને આઉટસોર્સ કામ પૂરું પાડે છે. જે મહિલાઓ તેમના ઘર છોડી શકતા નથી અને તેમના વ્યસ્ત ઘરના કામોમાંથી સમય કાઢીને કમાઈ શકતા નથી, તે મહિલાઓને પગભર કરી છે અને તેઓ ડેકોરેટિવ પીસ બનાવીને, મહિને લગભગ રૂપિયા 20 હજાર કમાય છે.

ઈશિતા પરમારે છ વર્ષ પહેલા પોતાનો બિઝનેસ પાંચ પ્લેટથી શરૂ કર્યો હતો અને હવે દર મહિને 5,000 થી 10,000 પ્લેટ સુધી પહોંચે છે. તેમના પરિવારના સમર્થનથી તેઓ સારી કમાણી સાથે આ વ્યવસાય ચાલવી રહ્યા છે. ખાસ કરીને તહેવારોની સિઝનમાં તે વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાતમંદ મહિલાઓને પોતાના પગ પર ઊભા રહેવા અને તેમના પરિવારને ટેકો આપવા માટે પણ સશક્ત બનાવે છે.

ઈશિતાબેને જણાવ્યું કે, મારી સૌથી વધુ વેચાતી ડેકોરેટિવ પ્રોડક્ટ્સ કરવા ચૌથ, દિવાળી અને લગ્નની સિઝન જેવા તહેવારોમાં થતી હોય છે. આ સમય દરમિયાન મહિનાની કમાણી 3 થી 4 લાખ સુધી પહોંચી જાય છે. કોવિડ-19 દરમિયાન જ્યારે લોકો પાસે કોઈ કામ નહોતું ત્યારે મેં આ કામ દ્વારા 20 મહિલાઓને તેમના ઘર ચલાવવામાં મદદ કરી હતી. હાલમાં જિલ્લા કક્ષાએ આયોજિત સહિયર ગ્રામ હાટમાં 61 ગૃહ ઉદ્યોગમાંથી અમારા અંજના ક્રિએશન એ વડોદરા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. જેને લઈને હું મારા પરિવારની ખુબ આભારી છું.

ઈશિતાબેન એક સ્વ-શિક્ષક છે અને તેમણે વડોદરાની એક ખાનગી શાળામાં એડમિનિસ્ટ્રેટર તરીકેની નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. તેણીએ શૂન્યથી શરૂઆત કરી અને હવે તેણીના ઉત્પાદનો સમગ્ર ભારતમાં અને ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો સુધી પહોંચી ગયા છે. તેણીની કુશળતા સુશોભન અને નવીન ડિઝાઇનમાં રહેલી છે જે ગ્રાહકોને આકર્ષિત કરે છે.

વધુમાં જણાવ્યું કે, કોઈ વ્યક્તિ ઓર્ડર મુજબ 10 રૂપિયાથી 2 લાખ સુધીની પ્રોડક્ટ્સ અહીં મેળવી શકે છે કારણ કે અમે ગ્રાહકોની માંગ પ્રમાણે કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન પ્રદાન કરીએ છીએ. કાચો માલ અમદાવાદ, મુંબઈ, કલકતા અને દક્ષિણ ભારતમાંથી ખરીદીએ છે અને અંતિમ ઉત્પાદનો સમગ્ર ભારતમાં અને અન્ય દેશોમાં પહોંચાડવામાં આવે છે.

ઈશિતાબેનના પતિ તેમને ખૂબ જ સપોર્ટ કરે છે અને રંગ સંબંધિત તમામ કામ કરે છે. બંને બાજુથી તેમનો આખો પરિવાર તેમને કામમાં મદદ કરે છે. તેણી ગૃહ ઉદ્યોગમાં સારું ભવિષ્ય જુએ છે કારણ કે નવા અને નવીન વિચારોની ખૂબ માંગ છે. તે લોકોને આપણા સમૃદ્ધ વારસાથી વાકેફ કરવાના વિચાર સાથે, હેરિટેજ અને પરંપરાગત ડિઝાઇન રજૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande