ઊંઝામાં ઉમિયા માતાના મંદિરે પગપાળા સંઘોની ઉમટ, લાભ પાંચમ પર ભક્તિનો મહામેળો
મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલું ઉમિયા માતાજી મંદિર, કડવા પાટીદારોની કુળદેવી તરીકે ઓળખાય છે. દર વર્ષે અહીં લાખો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે. નવા વર્ષના તહેવારો વચ્ચે ચાલી રહેલા લાભ પાંચમના પાવન દિવસે આજે ઊંઝા ધામ
ઊંઝામાં ઉમિયા માતાના મંદિરે પગપાળા સંઘોની ઉમટ: લાભ પાંચમ પર ભક્તિનો મહામેળો


ઊંઝામાં ઉમિયા માતાના મંદિરે પગપાળા સંઘોની ઉમટ: લાભ પાંચમ પર ભક્તિનો મહામેળો


ઊંઝામાં ઉમિયા માતાના મંદિરે પગપાળા સંઘોની ઉમટ: લાભ પાંચમ પર ભક્તિનો મહામેળો


ઊંઝામાં ઉમિયા માતાના મંદિરે પગપાળા સંઘોની ઉમટ: લાભ પાંચમ પર ભક્તિનો મહામેળો


મહેસાણા, 26 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલું ઉમિયા માતાજી મંદિર, કડવા પાટીદારોની કુળદેવી તરીકે ઓળખાય છે. દર વર્ષે અહીં લાખો ભક્તો માતાજીના દર્શન માટે આવે છે. નવા વર્ષના તહેવારો વચ્ચે ચાલી રહેલા લાભ પાંચમના પાવન દિવસે આજે ઊંઝા ધામ ખાતે ભક્તિનો મહામેળો જોવા મળ્યો હતો.

હજારો ભક્તો પગપાળા સંઘ લઈને દૂર દૂરના વિસ્તારોમાંથી ઉમિયા માતાના દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તોએ “જય ઉમિયા માતાજી”ના જયઘોષ સાથે ઉત્સાહપૂર્ણ વાતાવરણ સર્જ્યું હતું. ઘણા સંઘોએ દિવસો પહેલાં યાત્રા શરૂ કરી હતી અને પાંચમના દિવસે ઊંઝા પહોંચી માતાજીના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.

મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને પૂરતી વ્યવસ્થા, રહેવાની અને પ્રસાદની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તહેવાર દરમિયાન પોલીસ અને વોલન્ટિયર્સ દ્વારા ટ્રાફિક તથા ભીડ નિયંત્રણ માટે ખાસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

આજે માતાજીના દર્શન માટે ઉમટેલા હજારો ભક્તો વચ્ચે ભાવનાત્મક માહોલ જોવા મળ્યો હતો. ભક્તોએ નવા વર્ષની શરૂઆત માતાજીના આશીર્વાદથી કરી, અને પોતાના પરિવાર માટે સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande