
અંબાજી, 26ઓક્ટોબર
(હિ.સ.): દિવાળીના
તહેવારોમાં લોકોના ચહેરા ઉપર જોવા મળતી મુસ્કાન નો અનેરો આનંદ હોય છે અને તેવામાં
પણ ભવ્યઆતશબાજી થતી હોય અને ત્યાં ગરીબ બાળકો ભવ્ય આતસબાજી જોઈને અનેરો આનંદ
મેળવતો હોય છે અને તેવામાં જો ગરીબ બાળકને જ ફટાકડા મળી જાય તો તેનો ઉત્સાહ બેવડાઈ
જાય છે.
જેને લઇ હડાદ તાલુકા મથકે હડાદ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયશ્રીબેન દેસાઈએ
બહારથી ફટાકડા મંગાવી આ વિસ્તારના આદિવાસી બાળકોને ફટાકડા આપીઅને ફોડાવીને દિવાળી કરાવતા
આદિવાસી બાળકોમાં ભારે ઉત્સાહ સાથે આનંદ જોવા મળ્યો હતો. એટલું જ નહીં આ વખતે
અંબાજી , દાંતા
અને હડાદ તાલુકામાં ફટાકડાના એક પણ ફટાકડા નો પરવાનો ન અપાતા આ વિસ્તારમાં ફટાકડા
મળવા ભારે મુશ્કેલ બન્યા હતા તેમ છતાં હડાદ ના પીએસઆઇ જયશ્રીબેન એ અન્ય સ્થળેથી
પરવાનદારો પાસેથી સ્વખર્ચે ફટાકડા મંગાવી હડાદ પંથકના આદિવાસી બાળકોને દિવાળી
કરાવવા માટેનો એક અનેરો આનંદ મેળવ્યો હતો એટલું જ ને દિવાળીની સાથે બાળકોને મીઠું
મો કરાવી કરાવીને પણપીએસઆઇ જ નહીં પણ અન્ય પોલીસ સ્ટાફના
પોલીસ કર્મીઓ પણ ભારે ખુશી વ્યક્ત કરી હતી જોકે આ વખતે સૌ પ્રથમ વખત એવી ઘટના બનવા
પામી હતી કે પોલીસે પોતાના ખર્ચે ફટાકડા લાવી આદિવાસી બાળકોને ગરીબ બાળકોને દિવાળી
કરાવી એક અનેરો ઉત્સાહ સાથે આનંદ વ્યક્ત કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ