જૂનાગઢ સેવાભાવી યુવાનોએ શ્વાનને સારવાર આપી
જુનાગઢ, 26 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીયાના ગૌરક્ષક વિશાલ રારછ પશુઓની સેવા માટે હંમેશા અગ્રેસર રહેતા હોય છે. અરહમ ગ્રુપની ટીમ પણ આ કાર્યમાં જોડાઈ છે. માળીયાહાટીનામાં સ્વામિનારાયણ મંદિર પાસે બે દિવસ થયા એક શ્વાન અતિ બીમાર હતું. શ્વા
જૂનાગઢ સેવાભાવી યુવાનોએ શ્વાનને સારવાર આપી


જુનાગઢ, 26 ઓક્ટોબર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીયાના ગૌરક્ષક વિશાલ રારછ પશુઓની સેવા માટે હંમેશા અગ્રેસર રહેતા હોય છે. અરહમ ગ્રુપની ટીમ પણ આ કાર્યમાં જોડાઈ છે. માળીયાહાટીનામાં સ્વામિનારાયણ મંદિર પાસે બે દિવસ થયા એક શ્વાન અતિ બીમાર હતું. શ્વાનની આવી બીમારી અને પીડા જોઈને દિનેશભાઈ રૂઘાણીએ ગૌરક્ષક વિશાલ રાચ્છ ને જાણ કરી હતી અને ટીમ સ્થળ પર પહોંચી હતી. બાદમાં એનિમલ તબીબ માનવભાઈ કરમટા પ્રભાતભાઈ હેરભા વિશાલ રારછ એ શ્વાનને તપાસ કરી અને બે ઇન્જેક્શન આપી એક બાટલો ચડાવીને શ્વાનને પિડામાંથી મુક્ત કર્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande