
ગીર સોમનાથ, 26 ઓક્ટોબર (હિ.સ.) : સમસ્ત ઘોઘલા ખારવા સમાજ દ્વારા સુત્રાપાડા બંદર સમાજ હોલ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તથા સેવાભાવી વ્યક્તિઓને પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી અને સંચાલક દ્વારા કાર્યક્રમનું સંચાલન સુંદર રીતે કરવામાં આવ્યું.
આ અવસરે સુત્રાપાડા બંદરના સરપંચ, ચાર સમાજના પટેલઓ તેમજ આગેવાનઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા પોતાના પ્રેરણાદાયી શબ્દોમાં સમાજના યુવાનોને શિક્ષણ, સેવા અને એકતા તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડૉ. રવિ બારૈયાએ પોતાના અનુભવો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં સંઘર્ષ, સદાચાર અને સંસ્કારના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
કાર્યક્રમના અંતે આભારવિધિ દ્વારા સમારોહનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સમાજના સભ્યો, આગેવાનો અને ગ્રામજનોની ઉત્સાહભરી હાજરી જોવા મળી હતી. આ સન્માન સમારોહ દ્વારા સમાજમાં પ્રેરણા, ઉત્સાહ અને એકતા નો સંદેશ પ્રસરી ગયો, જે ભાવિ પેઢી માટે ઉદાહરણરૂપ સાબિત થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ