રાષ્ટ્રીય એકતા દિવસ: ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્રકુમારની અધ્યક્ષતામાં એકતાનગર ખાતે બેઠક યોજાઈ
ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની 150 મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. અને કાર્યક્રમ પૂર્ણ થયે તારીખ 1 થી 15 નવેમ્બર સુધી
એકતનગર ખાતે બેઠક યોજાઈ


એકતાનગર ખાતે બેઠક યોજાઈ


ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) એકતા નગર ખાતે આગામી 30 અને 31 ઓક્ટોબરના રોજ સરદાર પટેલની 150 મી જન્મ જયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થનાર છે. અને કાર્યક્રમ પૂર્ણ થયે તારીખ 1 થી 15 નવેમ્બર સુધી ભારત પર્વ અંગે પણ વિવિધ સમિતીઓ દ્વારા પૂર્વ તૈયારી પૂર જોશમાં કરવામાં આવી રહી છે. આ કામગીરીની સમીક્ષા અર્થે ગુજરાત પ્રવાસન નિગમના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં શનિવારે વહીવટી સંકુલ-એકતાનગર કોન્ફરન્સ હોલમાં બેઠક યોજાઈ હતી.

આ બેઠક પૂર્વે સચિવએ એકતાનગરના કોયારી, ગરૂડેશ્વર મામલતદાર કચેરી પાસે અન્ય જિલ્લામાંથી એકતા દિવસની ઉજવણીમાં સામેલ થનારા નાગરિકો-દર્શકો-આમંત્રિત ફરજ પર પધારનાર અધિકારી-કર્મચારીઓ માટે બનાવેલા વિવિધ ડોમ, તેમના માટે રહેવા-જમવાની તમામ વ્યવસ્થાઓ અને મામલતદાર કચેરીની સામે ઊભા કરાઈ રહેલા કન્ટ્રોલો રૂમ, જંગલ સફારી પાર્કની સામે બનાવેલા ક્રાફ્ટ અને ફૂડ સ્ટોલ એરિયાની મુલાકાત કરી હતી. સચિવએ તમામ સ્થળોની મુલાકાત વેળાએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, વિવિધ કમિટીના સભ્યો અને સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ સાથે જરૂરી ચર્ચા કરી ખૂટતી કડીઓ પૂરવા અને ઝડપભેર કામગીરી પૂર્ણ કરી આખરી ઓપ આપવા સૂચના આપી હતી.

વહીવટી સંકુલ ખાતે યોજાયેલી બેઠક દરમિયાન સચિવશ્રી ડૉ. રાજેન્દ્રકુમારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે 1 થી 14મી નવેમ્બર દરમિયાન ઉજવનારા ભારત પર્વની ઉજવણી અને તેની પૂર્વ તૈયારી ઉપર પણ વિશેષ ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ સહિત વીવીઆઈપીનું આગમન થશે તેમને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા અને જે-તે રાજ્યોના કલા-સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ રાજ્યોમાં વસવાટ કરતા ગુજરાતી સમાજ સાથે થનારા શુભગ સમન્વય સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અને એકતાનગર ખાતે બધા સમાજના લોકો સહભાગી થશે. આ દરમિયાન અહીં થનારી સાઈક્લોથોન અંગે પણ જાણકારી આપી હતી અને 15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિએ ઉજવણી કાર્યક્રમ અંગે પણ જાણકારી આપી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસની તૈયારીઓને કેન્દ્રમાં રાખીને યોજાયેલી બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, વીજ વિભાગ, એકોમોડેશન કમિટી, પાણી પુરવઠા, આરોગ્ય વિભાગ, ટેબ્લોની કામગીરી, ડોમ સહિતની અન્ય કામગીરી કરતી એજન્સી અને ફાયર વિભાગ દ્વારા કરવાની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઉપસ્થિત થનારા વીવીઆઈપી, લબાસણાના તાલીમાર્થીઓ તથા નાગરિકોના આગમન, રહેઠાણની વ્યવસ્થા અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસન વિભાગ તેમજ યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંજે 6.30થી 8 વાગ્યા સુધી થનારા સાંસ્કૃતિક કાર્યક્રમો અને તેના કલાકારોને લગતી તમામ સુવિધા, ડેમ વ્યુ પોઈન્ટ તથા જંગલ સફારી પાર્કની સામે ઊભા કરાયેલા ક્રાફ્ટ સ્ટોલ અંગે વિગતવાર ચર્ચા કરી હતી.

સચિવ ડૉ. રાજેન્દ્રકુમારે, એકતાનગર તથા વિવિધ સ્થળે ઊભા કરવામાં આવેલા ડોમ, પાર્કિંગ સેડ અને રોડ રસ્તા સહિત તમામ વિસ્તારોમાં સ્વચ્છતા, સાફ-સફાઈ જળવાઈ રહે તેમજ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી વરસાદની આગાહીને ધ્યાને લઈ કોઈપણ પ્રકારની વ્યવસ્થા ખોરવાય નહીં, વીજળીના તાર કોઈ જગ્યાએ ખૂલ્લા ન રહે તેમજ વિવિધ સાઈટ પર જે એજન્સી દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે ત્યાં કોઈને કરંટ ન લાગે તે માટે સલામતીનું ખાસ ધ્યાન રાખી બાકી રહેલી કામગીરી ઝડપભેર અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા પર ખાસ ભાર મૂક્યો હતો. આમ સમગ્રતયા તૈયારીઓ આયોજન અમલવારી અંગે વિગતવાર SoU અને જિલ્લા વહીવટી તંત્ર સાથે ચર્ચા-વિચારણા કરી હતી.

આ બેઠકમાં ગુજરાત પ્રવાસન નિગમના એમડી પ્રભવ જોશી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી, જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ, નાયબ વન સંરક્ષક અજ્ઞિશ્વર વ્યાસ, સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર સર્વ ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, પ્રોટોકોલના નાયબ કલેક્ટર એન.એફ.વસાવા, રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણીની વિવિધ સમિતીના સભ્યો, TCGL, DGVCL, SOU, જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande