સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાએ યોજ્યું સ્નેહમિલન
ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) વિક્રમ સવંત 2082નું શરૂ થતા નવા વર્ષનું સ્વાગત કરવા કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ જનસંપર્ક કાર્યાલય શિવા બ્લેસિંગ વાઘાવાડી રોડ ખાતે રાખવામાં આવ્યો હતો, આ પ્રસંગે
સ્નેહમિલન


સ્નેહમિલન


ગાંધીનગર, 26 ઓક્ટોબર (હિ.સ.) વિક્રમ સવંત 2082નું શરૂ થતા નવા વર્ષનું સ્વાગત કરવા કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ જનસંપર્ક કાર્યાલય શિવા બ્લેસિંગ વાઘાવાડી રોડ ખાતે રાખવામાં આવ્યો હતો, આ પ્રસંગે આગેવાનો, કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

કેન્દ્રીય રાજયમંત્રી અને સાંસદ નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ભાવનગરને ટૂંક સમયમાં 'વંદે ભારત' અને ઇન્ડિગો એર કનેક્ટિવિટી મળી શકે છે. તથા સાંસદે સંકલ્પ લીધો કે ગુજરાતના તમામ મતક્ષેત્રોમાં ગ્રેન ATM શરૂ કરવામાં આવશે.

કેન્દ્રિય રાજ્યમંત્રી અને ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયાએ સૌપ્રથમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીના ચરણોમાં વંદન કરી ભાવનગર અને બોટાદ જિલ્લાના રહેવાસીઓને નવા વર્ષ નિમિત્તે હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન છે કે, વોકલ ફોર લોકલ, સ્વદેશી વસ્તુનો વધારે ઉપયોગ કરીએ. ત્યારે આપના માધ્યમથી અમે વડાપ્રધાનના આહ્વાનને વધારે વેગ મળે એવા પણ અમારા સૌના પ્રયત્ન છે. તેમજ ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લામાં સર્વાંગી વિકાસ થાય એ પ્રકારનું આયોજન અને એ પ્રકારે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.

વધુમાં જણાવ્યું હતું કે, ભાવનગરની અંદર ગુજરાતનું રોલ મોડેલ કહી શકાય એવું ATM આજે કાર્યરત છે. રાત્રીના 12 વાગ્ય પણ કોઈપણને લાઈનમાં ઉભું રહેવું ન પડે એ રીતે રાશન લઈ રહ્યા છે, અને મારા વિભાગની વાત કરીએ તો અનેક ટેકનોલોજી સાથે મારા વિભાગની અંદર એપ અને પોર્ટલો શરૂ કર્યા છે, આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર પણ સમગ્ર મતક્ષેત્ર જે સાંસદના છે એની અંદર એટીએમ, ગ્રેન એટીએમ બધાને મળે એવો પણ મારો પ્રયત્ન છે.

ભાવનગરથી ધોલેરા સર એ રેલવે લાઇન છે એનો પણ સર્વે શરૂ કરી દીધો છે. ભાવનગરથી અયોધ્યા એ પણ આપણને રેલવે મળી છે, રેલવે મંત્રી ભાવનગર આવીને આ રેલવેની પરમિશન આપેલી છે. આવનાર દિવસોની અંદર ભાવનગરથી સુરત જે આપણે વંદે ભારત જે બધા જ લોકોની પણ એક માંગ છે ત્યારે એ વંદે ભારત તરફ આપણે આગળ વધીશું અને વહેલામાં વહેલા શરૂ થાય એવા મારા પ્રયત્ન રહેશે. સાથે આવનાર દિવસોની અંદર ઇન્ડિગો એ આપણને એર કનેક્ટિવિટી મળે એના માટે પણ સતત મારો પ્રયાસ રહેશે.

આ સ્નેહમિલનમાં કૃષિ મંત્રી જીતુ ભાઈ વાઘાણી, શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહ, પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન રાજુ રાબડીયા, પૂર્વ પ્રમુખો, કાર્યકરો, આગેવાનો, ઉધોગપતિઓ, વેપારીઓ તથા ભાવેણાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande