ડોળાસા પંથકમાં વરસાદથી પાક-ચારો સાચવવા ખેડૂતોમાં દોડધામ
ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): કોડિનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં કમોસમી વરસાદ થી ખેડૂતોમાં પાક અને ઢોરનો ચારો સાચવવા દોડધામ મચી ગઈ હતી. ડોળાસા અને આજુબાજુ ના ગામોમાં હાલ મગફળી સોયાબીન પાકી ગયા હોય આ પાક ને હેમ ખેમ ઘેર પહોચાડવા ખેડૂતો રાત દિવસ મહે
ચારો સાચવવા ખેડૂતોમાં દોડધામ


ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.): કોડિનાર તાલુકાના ડોળાસા વિસ્તારમાં કમોસમી વરસાદ થી ખેડૂતોમાં પાક અને ઢોરનો ચારો સાચવવા દોડધામ મચી ગઈ હતી. ડોળાસા અને આજુબાજુ ના ગામોમાં હાલ મગફળી સોયાબીન પાકી ગયા હોય આ પાક ને હેમ ખેમ ઘેર પહોચાડવા ખેડૂતો રાત દિવસ મહેનત કરી રહ્યા છે. પણ અચાનક કમોસમી વરસાદ થી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જણસ સાચવવાની ઉપાધી તો છે જ પણ સાથે મૂંગા માલઢોરની નીરણ સાચવવાનું આટલુજ જરૂરી છે. અનેક ખેડૂતોએ મગફળી, સોયાબીનના પાક ઉપર તાલપત્રી - આથર ઢાંકી ખેતરમાં રાખી દીધો છે, પણ ઢોરની નીરણને ટ્રેકટરમાં ભરી ઓવર બ્રિજ નીચે, પીઠડ માતાજી ના મંદિર ના વિશાળ છાપરા નીચે સહિત અનેક સલામત સ્થળોએ રાખી ચારો પલળી ન જાય તેની કાળજી લેવી પડી છે. ગત તા.25 /10 રાત્રીના અગિયાર વાગ્યા થી શરૂ થયેલો વરસાદ સવાર સુધી ધોધમાર પડયો હતો. તા.26/10 આખો દિવસ ધીમીધારે પડ્યો હતો આ વરસાદ થી મગફળી, સોયાબીન, કપાસ અને કઠોળના પાકને પણ ભારે નુકસાની થઈ છે. ખેતરોમાં અને નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande