ગોડાદરામાં સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ભંડાફોડ, મેનેજર સાથે સાત ગ્રાહકો ઝડપાયા
સુરત, 27 ઓક્ટોબર (હિ.સ.): સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિનો પોલીસએ પર્દાફાશ કર્યો છે. ‘કિંગ યુનિસેક્સ સલૂન એન્ડ સ્પા’ નામના સેન્ટરની આડમાં આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. માહિતી મુજબ, ક્રાઈમ
Surat


સુરત, 27 ઓક્ટોબર (હિ.સ.): સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર દેહવ્યાપારની પ્રવૃત્તિનો પોલીસએ પર્દાફાશ કર્યો છે. ‘કિંગ યુનિસેક્સ સલૂન એન્ડ સ્પા’ નામના સેન્ટરની આડમાં આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે.

માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચના IUCAW સેલને મળેલી બાતમીના આધારે 26 ઓક્ટોબર, 2025ના રોજ બપોરે 1 થી 3 વાગ્યા વચ્ચે કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગના પ્રથમ માળે આવેલા દુકાન નંબર 108 પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમ્યાન પોલીસે દેહવ્યાપાર ચાલતો હોવાનો પર્દાફાશ કર્યો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સલૂનનો માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે (રહે. પલસાણા) સલૂનનો ઉપયોગ દેહવ્યાપાર માટે કરતો હતો. તેણે મેનેજર તરીકે સમીર ઐયુબ અંસારી (ઉંમર 24, મૂળ ઉત્તર પ્રદેશ)ને રાખ્યો હતો. સમીર અંસારી ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને ચાર ભારતીય મહિલાઓ દ્વારા ગેરકાયદેસર દેહવ્યાપાર કરાવતો હતો.

પોલીસે સ્થળ પરથી મેનેજર સમીર અંસારી તથા દેહવ્યાપાર માટે આવેલા સાત ગ્રાહકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા ગ્રાહકોમાં સુનીલ રામપ્રતાપ રાવત, વિજયકુમાર રામપ્રસાદ ગૌતમ, કપિલ રામદાસ મોહતો (બિહાર), અરવિંદભાઈ શંકરલાલ ઠક્કર (ઉંમર 54), આશિષભાઈ બજરંગી ગૌતમ, ગોપીક્રુષ્ણ અચ્યુતન નૈયર (કેરળ) અને બી. નાગારાજુ ઇરનાનો સમાવેશ થાય છે.

સલૂનનો માલિક ઉદ્ધવ સુરેશભાઈ જારે હાલમાં વોન્ટેડ જાહેર થયો છે અને પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે.

આ કેસમાં ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ, 1956ની કલમ 3, 4, 5, 7 તેમજ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 144(2) અને 54 હેઠળ ગુનો નોંધાયો છે. તપાસ પો.સ.ઇન્સ્પેક્ટર જે.એસ. રામાનંદી અને તેમની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande