સોમનાથ પ્રભાસ પાટણ મા ઉજવાશે જલારામ જયંતિ
સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ-પ્રભાસ-પાટણના રામરાખ ચોકમાં આવેલ જલારામ મંદિર સ્થાપનાને 20 વર્ષ થતાં હોઈ જેના અનુસંધાને જલારામ જયંતિએ દિવ્ય ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવેલ છે. વિદેશ સ્થિત મુકુંદભાઈ તથા મીનાબેન ચુડાસમાએ આ અંગે માહિતી આપતાં જણાવ્
પ્રભાસ પાટણ મા ઉજવાશે જલારામ જયંતિ


સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.) સોમનાથ-પ્રભાસ-પાટણના રામરાખ ચોકમાં આવેલ જલારામ મંદિર સ્થાપનાને 20 વર્ષ થતાં હોઈ જેના અનુસંધાને જલારામ જયંતિએ દિવ્ય ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવેલ છે. વિદેશ સ્થિત મુકુંદભાઈ તથા મીનાબેન ચુડાસમાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે મહાપ્રસાદ- રાસ ગરબા અને સત્સંગ કથા જે બ્રહ્મપુરીના હોલ ખાતે યોજાશે.

અને ૨૯ ઓકટોબર જલારામ જયંતિના અવસરે 29 ઓકટોબરે સાંજે 4 કલાકે પ્રભાસપાટણ શહેરમાં વાજતે-ગાજતે ધૂન-ભજન સાથે શોભાયાત્રા નિકળશે અને સાંજે મહાપ્રસાદ યોજાશે. સત્સંગ કથાના વ્યાસપીઠે માળીયાહાટીનાના ભાગગત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી રહેશે.

સોમનાથ જલારામ મંદિર 20 મી વર્ષગાંઠ અનુસંધાને ચાલુ વરસે સત્સંગ-કથા અને શોભાયાત્રા નૂ આયોજન

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande