
ગીર સોમનાથ, 27 ઓક્ટોબર (હિ.સ.) : ગીર સોમનાથમાં વરસાદે નોતરેલી તારાજીને લઈને સ્થિતિનો તાગ મેળવવા રાજ્યના કેબિનેટ મંત્રી ડો.પ્રદ્યુમન વાજા અને અર્જુન ભાઈ મોઢવાડિયા આવતી કાલે ગીરની મુલાકાતે આવશે. તેઓ કોડીનાર અને સુત્રાપાડા વિસ્તારનાં ગામડાઓની લેશે મુલાકાત. ખેડૂતોનાં ખેતરોની મુલાકાત કરી નુકશાનીનો તાગ મેળવશે. પાલિકા ઉપ પ્રમુખ શિવાભાઈ સોલંકીની સરકારને રજુઆત બાદ મંત્રીઓ આવશે. આવતીકાલે બપોરે ગીર ક્લેક્ટર કચેરી ખાતે મંત્રીઓ અધિકારીઓ સાથે કરશે સમીક્ષા બેઠક યોજાશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ