જલારામ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો
પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જલારામ સેવા સમિતિ નવા જલારામ મંદિર એસટી રોડ પર પવિત્ર લાભ પાંચમના દિવસે દિવ્ય ભવ્ય અન્નકૂટ મનોરથના આબેહૂબ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે સાથે મહિલા મંડળ દ્વારા ધૂન ભજન સત્સંગ કીર્તનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
જલારામ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો.


જલારામ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટ મનોરથ યોજાયો.


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જલારામ સેવા સમિતિ નવા જલારામ મંદિર એસટી રોડ પર પવિત્ર લાભ પાંચમના દિવસે દિવ્ય ભવ્ય અન્નકૂટ મનોરથના આબેહૂબ શણગાર કરવામાં આવ્યો હતો. સાથે સાથે મહિલા મંડળ દ્વારા ધૂન ભજન સત્સંગ કીર્તનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજના અન્નકૂટ દર્શનમાં કુલ 56 ભોગ થી વધુ મીઠાઈ ફરસાણ મિસ્ટાન્ન બીડા સહીતની અનેક વાનગીઓ મર્યાદા પુરસોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનના પરમ ભક્ત અને રઘુવંશી સંત શિરોમણી જલારામ બાપા તથા વીરબાઈ માઁ તેમજ ભગવાન શ્રીકૃષ્ણ(કાન્હા)ને આજે લાભ પાંચમના દિવસે અન્નકૂટના ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

આજના ભવ્ય દર્શનનો લ્હાવો લેવા પોરબંદર જિલ્લામાંથી હજારો જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શનાથે આવનાર તમામ ભક્તો ને જલારામ મંદિર ટ્રસ્ટ તરફ થી પ્રસાદી રૂપે ખીચડી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જેનો પણ ભક્તો એ લાભ લીધો હતો. આજ ના દિવસ માટે ઘણા દિવસો થી તમામ વાનગી ઓ બનાવવાની તૈયારી ચાલી રહી હતી જેમાં મંદિર ટ્રસ્ટના અતુલભાઈ કારીયા, મુકેશભાઈ ખખર, હિતેષભાઈ ઠકરાર થતા યુવા ટીમના 21 ના સભ્યો તથા મહિલા મંડળના તમામ બહેનો ના સહયોગ થી આજના દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande