


પોરબંદર, 27 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરનો દરિયો કિનારો હંમેશા માટે સેન્સેટીવ રહ્યો છે ભુતકાળમાં પોરબંદરનો દરિયા કિનારો આંતકવાદીઓ માટે સીધા નીશાના પર રહ્યો છે. ભુતકાળમાં ગોસાબારામાં આરડીએક્સ લેન્ડીંગ જેવી ગંભીર ધટનાઓ બની છે, ગેરકાયદેસર પ્રવૃતિ માટે પોરબંદરનો દરિયો કિનારો હંમેશા બદનામ રહ્યો છે છતાં પોરબંદર પોલીસની નબળી કામગીરી અનેક સવાલો ઉભ કરે છે. કારણ કે પોરબંદરના માધવપુરના દરિયા કિનારે ડ્રોન કેમેરા બે દિવસ પહેલા ભાઇબીજના દિવસે ઉડાન ભર્યા હતા અને આ ડ્રોન વિડીઓ વિવિધ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ માધવપુર આખો દરીયો દેખાય તેવા સ્પષ્ટ વિડીઓ દેખાય છે. છતાં પોલીસે કેમ કડક પગલાં ના લીધા ? કેન્દ્ર સરકાર દ્વારા ડ્રોન નિયમો 2021માં બહાર પાડયા હતા. પોરબંદરનો દરિયાઈ પટ્ટો DGCAના Digital Sky Platform ( Airspace Map - https: digitalsky.dgca.gov.in/airspace-map/#/app ) મુજબ સ્પષ્ટ રીતે રેડ ઝોન તરીકે ચિહ્નિત છે, જ્યાં મંજૂરી વિના કોઈપણ પ્રકારની ડ્રોન ઉડાન કડક મનાઈ હેઠળ છે. છતાં પણ ૨ દિવસ પહેલા ભાઇબીજે માધવપુરના દરિયા વિસ્તારમાં અનધિકૃત રીતે ડ્રોન ઉડયા હતા અને પોલીસ પણ હાજર હતી છતાં પોલીસે કેમ કડક પગલાં ના લીધા ? જે રાષ્ટ્રીય સુરક્ષા પર તંત્ર પર ગંભીર સવાલો ઉભા કરે છે પોરબંદર પોલીસ જીલ્લા કલેકટરના જાહેરનામા પર આધાર રાખી રહી છે અને જિલ્લા કલેકટરના જાહેરનામા પર માધવપુર વિસ્તાર ડ્રોન ઉડાન પર પ્રતિબંધ નથી? તે પણ ગંભીર સવાલો ઉભા કરે છે કારણ કે પોરબંદરનો દરિયાઈ પટ્ટો DGCAના Digital Sky Platform ( Airspace Map - https: digitalsky.dgca.gov.in/airspace-map/#/app ) મુજબ સ્પષ્ટ રીતે રેડ ઝોન તરીકે ચિહ્નિત છે છતાં ડ્રોન ઉડાન ભર્યા હતા તેની પાછળ જવાબદાર કોણ ? તે પણ મોટા સવાલો ઉભા કરે છે કેન્દ્ર સરકારે આની ગંભીર નોંધ લેવી જોઇએ અને પગલાં લેવા જોઇએ કારણે પોરબંદર દરીયા કિનારે આવી રીતે ડ્રોન ઉડાન ભરતા રહેશે તો તે સુરક્ષા દ્રષ્ટ્રી ગંભીર સવાલો ઉભા કરે છે પોરબંદર કોસ્ટગાર્ડ, નેવી જેવી સુરક્ષા એન્જસીઓના હેડકવાર્ટરો આવેલા છે તેમજ પોરબંદરનો દરિયો હંમેશા સેન્સટીવ રહ્યો છે ત્યારે પોરબંદર દરિયા કિનારે મંજુરી વગર ઉડાન ભરતા ડ્રોન માલિક સામે પોરબંદર પોલીસની નબળી કામગીરી અનેક સવાલો ઉભા કરે છે. આ મુદે પોરબંદરના જાગૃત નાગરિકે રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર સરકારને રજુઆત કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya