મંત્રી જીતુ વાઘાણીનું માદરે વતન નાના સુરકા ગામે સન્માન કરવામાં આવ્યું
ગાંધીનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગરના ધારાસભ્ય જીતુવાઘાણી પુનઃ કેબિનેટ મંત્રી બનતા સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આ ખુશીના પગલે ઠેર ઠેર તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમના માદરે વતન નાના સુરકા ગામે ગ્રામજનો
નાના સુરકા


નાના સુરકા


નાના સુરકા


ગાંધીનગર, 27 ઓક્ટોબર (હિ.સ.) ભાવનગરના ધારાસભ્ય જીતુવાઘાણી પુનઃ કેબિનેટ મંત્રી બનતા સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં ઉત્સાહનો માહોલ છવાયો છે. આ ખુશીના પગલે ઠેર ઠેર તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, ત્યારે તેમના માદરે વતન નાના સુરકા ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી નાના સુરકા ગામે પહોંચતા જ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે માતૃભૂમિને શીશ નમાવીને પ્રણામ કર્યા બાદ ગામના નાના-મોટા મંદિરોમાં દર્શન કરીને આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે નાના સુરકા ગામના ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો.

સન્માન સમારોહમાં સાંસદ નિમુબેન બાંભણીયા, ધારાસભ્ય સેજલ પંડ્યા સહિત વિવિધ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગામની બહેન દીકરીઓ દ્વારા કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીને કુમકુમ તિલક કરીને ઘોડા પર સવાર કરાવીને રેલી સ્વરૂપે સન્માન સમારોહ સ્થળે લઈ જવામાં આવ્યા હતા.આ દરમિયાન જીતુ વાઘાણીએ નાના સુરકા ગામના વડીલોના આશીર્વાદ લીધા હતા અને સાથી મિત્રોને હેતપૂર્વક મળ્યા હતા.

મંત્રીના સ્વાગત અને સન્માન સમયે ગ્રામજનોમાં ઉત્સાહનો સંચાર થયો હતો. આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ સમયને ઉચિત સંબોધન કરીને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande