



અમદાવાદ, 27 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશા વિશ્વકર્માની ઉપસ્થિતિમાં નિકોલ વિઘાનસભાના વિરાટનગર અને ઓઢવ વોર્ડ ખાતે નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કર્ણાવતી મહાનગરના પ્રમુખ પ્રેરક શાહે સ્વાગત પ્રવચન કર્યુ હતું.
સ્નેહમિલન કાર્યક્રમમાં જગદીશ વિશ્વકર્મા એ કાર્યકર્તાઓને નવા વર્ષની શુભકામના પાઠવતા જણાવ્યું કે, કાર્યકર્તાઓને તેમજ તેમન પરિવારજનને નવા વર્ષની શુભકામના પાઠવી કે દરેક કાર્યકર્તાઓ અને ઉપસ્થિત સૌનુ નવુ વર્ષ ખૂબ જ સુખદાયી નીવડે તેવી શુભકામના પાઠવી. ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક કે સક્રિય સભ્ય હોવું તે પણ એક સ્વાભિમાનની વાત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દિવાળી પછી સ્નેહ મિલનના કાર્યક્રમો કરતા હોય છે. ગુજરાતમાં પણ ભાજપના તમામ કાર્યકર્તાઓ દિવાળી પછી સ્નેહમિલન કાર્ચક્રમ યોજાય છે જેમાં બુથનો કાર્યકર્તા હોય કે ચૂંટાયેલ પાંખના સભ્યો હોય તેમજ પ્રદેશ કે રાષ્ટ્રીય સ્તરના કાર્યકર્તાઓ એક પરિવારની ભાવના સાથે જોડાય છે. નિકોલ વિઘાનસભામાં જે સ્નેહ મિલન થાય છે તેમાં ભોજન પ્રસાદ કાર્યકર્તાઓને ઘરે આમંત્રણ આપી મુઠીભર રાશનનું યોગદાનથી બનાવવામાં આવે છે આનાથી પરિવારની ભાવના વધુ દ્રઠ બને છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ તમારા વચ્ચે રહેતા કાર્યકર્તાને પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી. આજે મારી જેટલી જવાબદારી વધી છે તેટલી જ તમારી જવાબદારી પણ વધી છે. દરેક કાર્યકર્તાઓને નિકોલ વિધાનસભાને વધુ મજબૂત કરવાની જવાબદારી સોપુ છું.
જગદીશભાઇએ ગુજરાતમાં ટુરિઝમના વેગ અંગે જણાવ્યું કે, આજે ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આખા દેશ અને વિદેશમા સૌથી વઘારે ટુરિસ્ટ આવે છે અને તેના કારણે આજે આજુબાજુના વિસ્તારના લોકોને રોજગારી મળે છે. સોમનાથ પહેલા જતા હશો અને આજે જતા હશો તેમા કેટલો બદલાવ આવ્યો છે તેવી જ રીતે અંબાજી, પાવાગઢ કે બહુચરાજી મંદિર હોય તે તમામ સ્થળે આજે ઘણો વિકાસ થયો છે. કચ્છમાં ભુકંપમાં જે લોકોના મૃત્યુ થયુ હતુ તેમની યાદમાં ગાંઘીઘામમાં સ્મૃતિવન બન્યુ છે. વિદેશમાં જે લોકો ફરવા આવતા હતા તેના કરતા આજે ભારત અને ગુજરાતમાં ટુરિસ્ટમાં નોંધપાત્ર વઘારો થયો છે. ચોમાસામાં પાણીની સમસ્યા ના નિવારણ માટે વડાપ્રઘાનએ શરૂ કરેલ પ્રોજેકટને પરિપુર્ણ કરવા અંદાજે 1500 કરોડ રૂપિયા પુર્વ પટ્ટા માટે મજુંર કર્યા છે તે મારી રાજકીય જીવનની અંદર ખૂબ મોટુ કામ પુર્વ પટ્ટાના લોકો માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યુ છે તેમનો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. આજે દર 500 મીટરે અમદાવાદ કોર્પોરેશને ગાર્ડન,અર્બન હેલ્થ સેન્ટર,પાર્ટી પ્લોટ,કોમ્યુનીટી સેન્ટર કે કોર્પોરેશનની સ્કુલનુ નિર્માણ કરવામાં આવ્યું છે આ છે વિકાસની રાજનીતી. દેશને વિકાસની રાજનીતીની ભેટ કોઇએ આપી હોય તો તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી છે.
જગદીશભાઇએ મન કી બાતના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે,દેશ અને રાજયમાં કેટલાય લોકોએ નાની-મોટી વસ્તુનુ ઉત્પાદન કરે છે તેમની વસ્તુનુ માર્કેટીગની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીધી અને તેમના બ્રાન્ડએમ્બેસડર બન્યા છે અને દેશની જનતાને આહવાહન કર્યુ કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરીએ. આ વખતે દેશના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના સ્વદેશી અભિયાનને ઝીલ્યો છે અને વડાપ્રધાનશ્રી ને સ્વદેશી વસ્તુની પ્રેરણા માટે આભાર માનતો પત્રો લખ્યા છે. વડાપ્રધાનએ દેશમાં ઓબેસીટી ઘટાડવા બહેનોને જમવામાં રોજના 10 ટકા તેલનો ઓછો ઉપયોગ કરવા વિનંતી કરી છે તેને પણ સૌ બહેનો રોજીંદા જીવનમાં અપવાને તેનાથી આપણને સૌને લાભ થશે. નવા વર્ષમાં સંકલ્પ લેવા વિનંતી કરી કે મારુ આગણું, મારુ ઘર, મારી સોસાયટી અને મારો વિસ્તાર સ્વચ્છ રાખીશ, કચરો કચરા પેટીમાંજ નાખીશ આ સંકલ્પ લઇએ તો આપણા વિસ્તાર પણ સ્વચ્છ રહેશે. રાજયને પ્લાસ્ટીક મુક્ત બનાવીએ તો તેનો બહુ જ મોટો ફાયદો આપણને સૌને થશે. દેશના વડાપ્રધાનએ એક પેડ મા કે નામનો સંકલ્પ આપ્યો છે તેમા આપણે સૌ એક વૃક્ષ વાવીએ તેનાથી ભાવી પેઢીને ફાયદો થશે અને આપણને પણ થશે. સરદાર સાહેબની 150મી જન્મજંયતિ નિમિતે આખા દેશભરમાં 10 દિવસ પદયાત્રા ચાલશે ત્યાર બાદ આખાદેશમાંથી લોકો કરમસદ આવશે અને કરમસદથી કેવડિયા 150 કિમીની પદયાત્રા થવાની છે.સૌને વિનંતી કે સરદાર સાહેબને 150મી જન્મજયંતિ નિમિત્તે સરદાર યાત્રામાં જોડાય તેનુ આમંત્રણ પાઠવું છે.
આ કાર્યક્રમમાં સાંસદ હસમુખ પટેલ, કર્ણવાતી મહાનગરના મંત્રી પરેશભાઇ, પ્રદેશ સો.મીડિયાના કન્વીનર મનન દાણી, વોર્ડના પ્રમુખ ધર્મેશભાઇ, નિકોલ અને ઓઢવ વોર્ડના કોર્પોરેટરઓ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ