
સુરત, 15 નવેમ્બર (હિ.સ.) : ઓલપાડ સ્થિત વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે ‘સંવાદ:પૂર્વ સૈનિકો સાથે સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. જેનો મુખ્ય હેતુ ભારતીય સશસ્ત્ર દળોની સેવા,શૌર્ય અને બલિદાનને સન્માનિત કરવાનો હતો.
આ અવસરે ભારતીય થલસેના, જલસેના અને વાયુસેનાના અધિકારીઓ, ભારત ભારતીના સભ્યો તથા વિદ્યાદીપ યુનિવર્સિટીના વિવિધ કોલેજોના આચાર્યો વચ્ચે રચનાત્મક સંવાદ સત્ર યોજાયું હતું. જેમાં યુન.ના ડૉ. વિપુલ શાસ્ત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધનમાં સશસ્ત્ર દળોના મહત્ત્વને ઉજાગર કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને રાષ્ટ્રપ્રેમ વિકસાવવા અને રાષ્ટ્રીય એકતા મજબૂત કરે તેવા મૂલ્યો અપનાવવા પ્રેરિત કર્યા હતા. સાથે જ રાષ્ટ્રગાન ‘વંદે માતરમ’ નું સામુહિક પઠન કરાયું હતું.
આ પ્રસંગે ભારતીય જલસેના, વાયુસેના અને થલસેનાના પૂર્વ અધિકારીઓએ યુવાનોને રાષ્ટ્રીય સેવામાં સક્રિય યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા. તેમણે શિસ્ત, જવાબદારી અને રક્ષા દળોમાં યુવાનોની વધતી ભાગીદારીના મહત્ત્વને દર્શાવ્યું હતું.
આ ભારત ભારતીના જનરલ સેક્રેટરી જાગૃતિ કલાજી, કેમ્પસ ડિરેક્ટર મુકુન્દ પટેલ, પૂર્વ સૈનિકો, માનનીય અગ્રણીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે