
વોશિંગ્ટન, નવી દિલ્હી,27 નવેમ્બર (હિ.સ.)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક મોટી જાહેરાત કરતા તેમણે
જણાવ્યું કે,” અમેરિકા દક્ષિણ આફ્રિકાને આગામી વર્ષે મિયામીમાં યોજાનારી જી-20 સમિટમાં ભાગ
લેવાની મંજૂરી આપશે નહીં.” રાષ્ટ્રપતિએ દક્ષિણ આફ્રિકાને આપવામાં આવતી તમામ સબસિડી
અને સરકારી ચૂકવણી સ્થગિત કરવાનો પણ આદેશ આપ્યો છે.
ટ્રમ્પ હાલમાં શ્વેત ખેડૂતો પરના કથિત જુલમ અંગે દક્ષિણ
આફ્રિકા પર હુમલો કરી રહ્યા છે. ટ્રમ્પે દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં યોજાનારી જી-20 સમિટનો પણ
બહિષ્કાર કર્યો હતો. હવે,
તેમણે જાહેરાત
કરી છે કે,” તેઓ આગામી વર્ષે યોજાનારી જી-20 સમિટમાંથી દક્ષિણ આફ્રિકાને બાકાત રાખશે.” ટ્રમ્પે ટ્રુથ
સોશિયલ પર જણાવ્યું હતું કે,” દક્ષિણ આફ્રિકાને 2026ના જી-20 સમિટમાં આમંત્રણ મળશે નહીં.”
તેમણે જણાવ્યું હતું કે,” દક્ષિણ આફ્રિકાને આપવામાં આવતી
સબસિડી સ્થગિત કરવાનું કારણ દક્ષિણ આફ્રિકામાં તાજેતરમાં પૂર્ણ થયેલા જી-20 સમિટમાં યુએસ
સરકારના પ્રતિનિધિ સાથે કરવામાં આવેલા ખરાબ વર્તન છે.” એ નોંધવું જોઈએ કે, દક્ષિણ
આફ્રિકાએ શ્વેત ખેડૂતો સામે હિંસાના તેના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
રાષ્ટ્રપતિએ ટ્રુથ સોશિયલ પોસ્ટમાં જણાવ્યું હતું કે,”
સપ્તાહના અંતે સમિટ પૂર્ણ થયા પછી દક્ષિણ આફ્રિકાએ તેની જી-20 હોસ્ટિંગ ફરજો અમેરિકી
દૂતાવાસના વરિષ્ઠ પ્રતિનિધિને, સોંપવાનો ઇનકાર કર્યો હતો. તેથી, મારા નિર્દેશ પર, દક્ષિણ આફ્રિકાને
2026 જી-20 માટે આમંત્રણ
પ્રાપ્ત થશે નહીં, જે આવતા વર્ષે
ફ્લોરિડાના મિયામીમાં યોજાશે.
તેમણે કહ્યું કે,” દક્ષિણ આફ્રિકાએ વિશ્વને બતાવી દીધું છે
કે, તે કોઈપણ સંગઠનમાં સભ્યપદ મેળવવાને લાયક નથી અને અમે તાત્કાલિક અસરથી તેમને
આપવામાં આવતી તમામ ચૂકવણી અને સબસિડી બંધ કરીશું.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ