અલાસ્કાના એન્કોરેજ મેટ્રોપોલિટન વિસ્તારમાં 6.0 ની તીવ્રતાનો ભૂકંપ
જુનો (અલાસ્કા), અમેરિકા, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). ગુરુવારે સવારે દક્ષિણ મધ્ય અલાસ્કાના એન્કોરેજ મેટ્રોપોલિટન વિસ્તારમાં ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 હતી. અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 8:11 વ
અલાસ્કાના એન્કોરેજ મેટ્રોપોલિટન વિસ્તારમાં ભૂકંપ


જુનો (અલાસ્કા), અમેરિકા, નવી દિલ્હી, 28 નવેમ્બર (હિ.સ.). ગુરુવારે સવારે દક્ષિણ મધ્ય અલાસ્કાના એન્કોરેજ મેટ્રોપોલિટન વિસ્તારમાં ભૂકંપ આવ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.0 હતી. અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, સ્થાનિક સમય મુજબ સવારે 8:11 વાગ્યે આવેલા ભૂકંપનું કેન્દ્ર વિલોથી 26 માઇલ દક્ષિણપશ્ચિમમાં 43 માઇલની ઊંડાઈએ હતું.

આ માહિતી અલાસ્કાના એન્કોરેજ ડેઇલી ન્યૂઝ અખબારમાં જણાવવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ મોટા નુકસાનની જાણ કરવામાં આવી નથી. થેંક્સગિવિંગ ભૂકંપ એટલો જોરદાર હતો કે, તેણે લોકોને ઊંઘમાંથી જગાડ્યા અને દિવાલો અને છાજલીઓમાંથી વસ્તુઓ હલી ગઈ. રાષ્ટ્રીય સુનામી કેન્દ્રએ જણાવ્યું હતું કે, સુનામીની કોઈ અપેક્ષા નથી. વાલ્ડેજ અને ફેયરબેંક્સ સુધી આ ભૂકંપ અનુભવાયો હતો. અગાઉ, 30 નવેમ્બર, 2018 ના રોજ અલાસ્કામાં 7.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે દક્ષિણ મધ્ય અલાસ્કામાં જાહેર અને સરકારી સંપત્તિને નોંધપાત્ર નુકસાન થયું હતું.

યુનાઇટેડ સ્ટેટ્સના અલાસ્કા પ્રદેશને વિશ્વના સૌથી વધુ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. અહીં લગભગ દર વર્ષે 7.0 ની તીવ્રતાનો મોટો ભૂકંપ અનુભવાય છે. નિષ્ણાતોના મતે, ગુરુવારનો ભૂકંપ 2021 પછી દક્ષિણમધ્ય અલાસ્કામાં આવેલો સૌથી તીવ્ર ભૂકંપ છે. જોકે ભૂકંપના આંચકા મજબૂત હતા, પરંતુ રાહતની વાત એ છે કે કોઈ મોટું નુકસાન થયું નથી.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande