પોરબંદર ખાતે 4 નવેમ્બરે ખાસ શૈક્ષણિક ભરતીમેળો યોજાશે.
પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા તારીખ 04 નવેમ્બર, 2025બના રોજ સવારે 11:00વાગ્યે નવયુગ હાઈસ્કુલ, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, પોરબંદર ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે ખાસ શૈક્ષણિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું
પોરબંદર ખાતે 4 નવેમ્બરે ખાસ શૈક્ષણિક ભરતીમેળો યોજાશે.


પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર દ્વારા તારીખ 04 નવેમ્બર, 2025બના રોજ સવારે 11:00વાગ્યે નવયુગ હાઈસ્કુલ, એસ.ટી. બસ સ્ટેન્ડ પાસે, પોરબંદર ખાતે રોજગાર વાંચ્છુ ઉમેદવારો માટે ખાસ શૈક્ષણિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના અનેક ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ જેમ કે ચમ સ્કૂલ, કસ્તુરબા સ્કૂલ, ચાણક્ય સ્કૂલ, કે.બી. તાજવાલા સ્કૂલ, વાઈડ વિંગ્સ પ્રિ-સ્કૂલ (રાણાવાવ) તથા સરસ્વતી સ્કૂલ, ખાંભોદર સહિતની શાળાઓ ભાગ લેશે. અને મેળામાં વિવિધ શૈક્ષણિક લાયકાતજેવી કે ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, શિક્ષણ સ્નાતક અને અનુ.સ્નાતક ઉમેદવારો માટે અલગ-અલગ જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવશે.

આ ભરતી મેળામાં પોરબંદર જિલ્લાના ખાનગી શાળાઓ જેઓએ હજી સુધી જોબ ફેર માટે રજીસ્ટ્રેશન કરાવ્યું નથી પરંતુ ભાગ લેવા ઇચ્છે છે, તેઓ પણ ઉપરોક્ત તારીખ, સમય અને સ્થળે હાજર રહી ભાગ લઈ શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande