
ભાવનગર,3 નવેમ્બર (હિ.સ.) ભાવનગર રેલવે પ્રશાસન દ્વારા ઓખા સ્ટેશન પર એલ.સી. નંબર 313ના એલ.એચ.એસ. પર ગર્ડર લોન્ચિંગ કાર્ય હાથ ધરવામાં આવવાને કારણે તા. 05 અને 06 નવેમ્બર, 2025ના રોજ જરૂરી ઈજનેરી કાર્ય કરવામાં આવશે. આ કાર્યને ધ્યાનમાં રાખીને કેટલીક ટ્રેનોને શૉર્ટ ટર્મિનેટ અને શૉર્ટ ઓરિજિનેટ કરવામાં આવશે.
• ટ્રેન નંબર 19209 ભાવનગર–ઓખા એક્સપ્રેસ તા. 04 અને 05 નવેમ્બર, 2025ના રોજ દ્વારકા સ્ટેશન પર જ સમાપ્ત થશે.
• આ જ રીતે, ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ તા. 05 અને 06 નવેમ્બર, 2025ના રોજ દ્વારકા સ્ટેશનથી જ પ્રારંભ થશે.
ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ નિર્ધારિત તારીખોમાં મુસાફરી પહેલાં ગાડીઓની સ્થિતિ અને સમય સંબંધિત તાજી માહિતી માટે NTES એપ અથવા ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ પરથી માહિતી મેળવી લે.
આરક્ષિત મુસાફરોને આ બદલાવ અંગેની જાણ SMS એલર્ટ દ્વારા આપવામાં આવશે. રેલવે પ્રશાસન મુસાફરોના સહકારની અપેક્ષા રાખે છે અને કોઈ પણ અસુવિધા માટે ખેદ વ્યક્ત કરે છે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ