કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયએ રાણાવાવ અને કુતિયાણા તાલુકાના વિવિધ વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી
પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) વન અને પર્યાવરણ,ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા તાલુકાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.મંત્રીએ રાણાવાવ તા
કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયએ રાણાવાવ અને કુતિયાણા તાલુકાના વિવિધ વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી

કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયએ રાણાવાવ અને કુતિયાણા તાલુકાના વિવિધ વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી

કેબિનેટ મંત્રી  અર્જુન મોઢવાડિયએ રાણાવાવ અને કુતિયાણા તાલુકાના વિવિધ વરસાદગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી

પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) વન અને પર્યાવરણ,ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આજે પોરબંદર જિલ્લાના રાણાવાવ અને કુતિયાણા તાલુકાના કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.મંત્રીએ રાણાવાવ તાલુકાના ઠોયાણા અને જાંબુ તેમજ કુતિયાણા તાલુકાના કોટડા અને બાલોચ ગામોમાં જઈ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને પાકમાં થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર ખેડૂતોને થયેલા નુકસાન માટે મદદરૂપ બનવા કટિબદ્ધ છે અને મંત્રીએ સરકારના ખેડૂત હિતલક્ષી નિર્ણયોની પણ માહિતી આપી હતી.આ પ્રસંગે કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજીત્રા, રાણાવાવ તાલુકા ભાજપ પ્રમુખ વીરા મકવાણા, તેમજ ભાજપના પદાધિકારીઓ અને અગ્રણીઓ સર્વ ભરતપરમાર, લીલાભાઈ રાવલિયા, રામ બાપોદરા, મસરી ખુટી, રમેશ પટેલ, અશોક મોઢા, સામત ઓડેદરા સહિતના અગ્રણીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande