
પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) પોરબંદરના મેઘમાયાનગર વિસ્તારમકાં રહેતા એક પ્રૌઢને છોકરાની બાબતે બે શખ્સોએ ફોન પર ભુંડી ગાળો આપ્યા બાદ સોશ્યલ મિડિયાના માધ્યમથી કિલપ બનાવી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી મેઘમાયાનગર રહેતા કેશુભાઈ ડાયાભાઈ વિક્રમા નામના પ્રૌઢે એવી ફરીયાદ નોંધાવી છે કે રાણાવાવ ખાતે રહેતા તારારામા મારવાડી અને તેમની મંગલાબેન છોકારાની બાબતે ફોન પર ભુંડી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી આથી કેશુભાઈએ તેમના ફોન ઉપાડવાનુ બંધ કરી દેતા પતિ-પત્નિ વોઇસ રેકોડીગ કરી અને ઇન્સ્ટગ્રામ પર મોકલી આપી ભુંડી ગાળો આપી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા આ બનાવ અંગે કમલાબાગ પોલીસ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya