કમોસમી વરસાદ થી મિયાણી અને ભાવપરા ગામના ખેડૂતો થયા બરબાદ.
પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદને ભાગ લે ખેડૂતો પાયમલ થઈ ગયા છે ત્યારે ગઈરાત્રીએ પોરબંદરના બરડા પંથકમાં બેથી લઈને 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મગફળી પાણીમાં ડૂબી હતી. ખેડૂતોના મગફળીના પાથરા પાણીમાં તણાયા હતા જે
કમોસમી વરસાદ થી મિયાણી અને ભાવપરા ગામના ખેડૂતો થયા બરબાદ.


કમોસમી વરસાદ થી મિયાણી અને ભાવપરા ગામના ખેડૂતો થયા બરબાદ.


કમોસમી વરસાદ થી મિયાણી અને ભાવપરા ગામના ખેડૂતો થયા બરબાદ.


પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જિલ્લામાં સતત પડી રહેલા કમોસમી વરસાદને ભાગ લે ખેડૂતો પાયમલ થઈ ગયા છે ત્યારે ગઈરાત્રીએ પોરબંદરના બરડા પંથકમાં બેથી લઈને 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મગફળી પાણીમાં ડૂબી હતી. ખેડૂતોના મગફળીના પાથરા પાણીમાં તણાયા હતા જેને પગલે ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે ત્યારે ભાવપરા અને મીયાણી ગામના ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે ભાવપરા અને મિયાણી ગામની વચ્ચે આવેલ સરસિમ વિસ્તારના ખેડૂતો દર વર્ષે ચોમાસુ વાવેતરમાં બે થી ત્રણ વખત કરે છે આ વિસ્તારની ઉપરવાસના વિસ્તારોના પાણી ભરાઈ તા હોવાથી ચોમાસું દરમ્યાન આ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાય છે આ વિસ્તારમાં ઉપરવાસનો પણ પાણી આવતા પાણી ભરાવાના હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. વધુમાં ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે મિયાંણી અને ભાવપરા આ વચ્ચે આવેલ સરસિમ વિસ્તાર અંદાજે ત્રણ થી ચાર હજાર વીઘા જેટલું વાવેતર ચોમાસુ દરમિયાન બેથી ત્રણ વખત કરવું પડે છે દર વર્ષે આ ખેડૂતોને પ્રશ્ન સતાવી રહ્યો છે અવારનવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી ખેડૂતોને ચોમાસા દરમિયાન બેથી ત્રણ વખત વાવેતર કરવું પડી રહ્યું છે ત્યારે આ વર્ષે સારું ઉત્પાદનની આશા ખેડૂતની હતી ત્યારે કમોસમી વરસાદને પગલે ઘણા વર્ષો બાદ મોઢે આવેલો કોડીયો પણ છીનવાઈ જતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી હતી. આ વિસ્તારના ખેડૂતોની એવી માંગ છે કે,સરસીમ વિસ્તારમાં વર્ષો જૂનો પ્રશ્ન છે નિજોર કેનાલ બનાવવાની છે તો નિજોર કેનાલ બનાવવામાં આવે તો આ વિસ્તારમાં ભરાયેલ પાણીનો જલ્દી નિકાલ થાય નિકાલ ન થવાને લીધે જ ખેડૂતોને ચોમાસુ પાક દર વર્ષે નિષ્ફળ જાય છે તો નિંજોર કેનાલ કરવામાં આવે તો પાણીનો તાત્કાલિક નિકાલ થઈ અને ચોમાસુ પાક નું વાવેતર ડબલ વખત ન કરવું પડે તેને પગલે ખેડૂતોએ હા કેનાલ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande