પોરબંદરમાં પિતા- પુત્ર પર જીવલેણ હુમલો.
પોરબંદર,3 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જયુબેલી વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર પર પાડોશમા રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ લાકડી અને તલવાર વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી જયુબેલી વિસ્તારમાં રહેતા વિજય કરશનભાઈ ચાવડા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોધાવી છ
પોરબંદરમાં પિતા- પુત્ર પર જીવલેણ હુમલો.


પોરબંદર,3 નવેમ્બર (હિ.સ.) પોરબંદર જયુબેલી વિસ્તારમાં રહેતા પિતા-પુત્ર પર પાડોશમા રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ લાકડી અને તલવાર વડે હુમલો કરી ઈજા પહોચાડી હતી જયુબેલી વિસ્તારમાં રહેતા વિજય કરશનભાઈ ચાવડા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમા એવી ફરીયાદ નોધાવી છે કે પાડોશમા રહેતા કાના દેવા ચાવડા,માંડા દેવા ચાવડા,પરબત માંડા ચાવડા અને દેવી માંડા ચાવડા એવા આક્ષેપ કર્યા હતા કે દેવીબેને તાંત્રિક પ્રક્રિયા કરવી છે તેવી વાત કેમ કરી તેમ કહી એક જ પરિવારના ચાર સભ્યોએ વિજય ચાવડા સાથે બોલાચાલી કરી લાકડી વડે હુમલો કર્યો હતો જયારે વિજયભાઇ ના પિતા કરશનભાઈ પર કાના દેવા ચાવડાએ તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચડી હતી આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande