
ગોધરા, ૩ નવેમ્બર (હિ. સ.) : સૌથી અઘરી કહેવાતી સીએની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયુ. જેમા ગોધરાના પ્રથમ અજમેરા નામનો યુવાન જેણે સમગ્ર દેશ મા ૧૨ મુ સ્થાન મેળવી ને ગુજરાત તેમજ પોતાના પરીવાર નું નામ રોશન કર્યું છે. અથાક મહેનત કરી એક સામાન્ય પરીવારના આ દીકરા એ ખુબજ સારુ પરિણામ મેળવ્યું છે. પ્રથમ અજમેરાના પિતા ગોધરાની એક કોપરેટીવ બેન્કમાં પટાવાળાની નોકરી કરી રહ્યા છે, ત્યારે ખુબજ સામાન્ય પરીવારના પ્રથમના આ પરિણામ થી હવે પરીવાર ખુશ છે અને હવે આ પરીવારનું ભવિષ્ય ઉજ્જવળ પણ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ