માછીમારોને ડીઝલ પર સ્પેશિયલ સ્કીમ અથવા એકસાઈઝ ડયુટીફ્રી ડીઝલ આપવા રજુઆત.
પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) દરિયાઈ મચ્છીમારી અતિશય ખર્ચાળ હોય છે તેમજ માલ સામાન જાનમાલનું પણ જોખમ રહેલું છે. અવારનવાર વાવાઝોડા આવતાં અથવા સાયકલોનની જાહેરાત સરકાર દ્વારા થતાં સમુદ્રમાં ગયેલી બોટોને પરત બોલાવી લેવામાં આવે છે ત્યારે મચ્છીમારભાઈઓને અત
માછીમારોને ડીઝલ પર સ્પેશિયલ સ્કીમ અથવા  એકસાઈઝ ડયુટીફ્રી ડીઝલ આપવા રજુઆત.


માછીમારોને ડીઝલ પર સ્પેશિયલ સ્કીમ અથવા  એકસાઈઝ ડયુટીફ્રી ડીઝલ આપવા રજુઆત.


પોરબંદર, 3 નવેમ્બર (હિ.સ.) દરિયાઈ મચ્છીમારી અતિશય ખર્ચાળ હોય છે તેમજ માલ સામાન જાનમાલનું પણ જોખમ રહેલું છે. અવારનવાર વાવાઝોડા આવતાં અથવા સાયકલોનની જાહેરાત સરકાર દ્વારા થતાં સમુદ્રમાં ગયેલી બોટોને પરત બોલાવી લેવામાં આવે છે ત્યારે મચ્છીમારભાઈઓને અત્યંત મોટું નૂકશાન થાય છે. જેમ કે બોટમાં મચ્છીમારભાઈઓને પગાર આપવો, તેમને રાશન, બરફ ભરી દેવું અને સૌથી મોઘું ડીઝલ, બળતણ માટે આપવું આ સૌથી મોટો ખર્ચો હોય છે. ફીશીંગમાંથી 20 દિવસે પરત આવ્યા વખતે બોટમાં માછલી આવશે જ એવું કાંઈ નકકી નથી લઈને ન પણ આવે! નૂકશાન કરીને પણ આવે, વધારે લઈને પણ આવે આ વ્યવસાય સંપૂર્ણ આશમાની છે, કુદરતને આધિન છે.

દરિયો ખેડતા ખેડતા કેટલીક વખત ખલાસીએ પોતાના જાન પણ ગુમાવવો પડે છે અને સૌથી મોટી કિંમતી બોટ પણ ગુમાવવી પડે છે. જોખમ લીધા પછી માછલીની કિંમત મચ્છીમારના હાથમાં નથી આ કિંમત કિનારે વ્યાપારીઓના હાથમાં જ છે. જેથી માછલી લઈને આવે તો પણ કિંમત મળવી મુશ્કેલ બને છે. જેથી માછીમારભાઈઓને તેમના આ સંકટો સમસ્યાઓમાંથી બચાવવા ડીઝલની એકસાઈઝ ડયુટીમાંથી મુકિત આપવામાં આવે અથવા ડીઝલની ડીટેલ કેટેગરી કન્ઝયુમર કેટેગરી અને ફીશરીઝ કેટેગરી એવો નવો કવોટા બનાવવામાં અને એને તમામ ટેકસથી મુક્ત રાખવામાં આવે એવી યોજના બનાવવા ભાજપના ઓ.બી.સી. મોરચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ વેલજી મસાણીએ રજુઆત કરતુ આવેદન પાઠવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande