
સુરત, 3 નવેમ્બર (હિ.સ.) : મહિધરપુરા વિસ્તારમાં આવેલ હીરા બજારમાં કંસારા શેરીમાં હીરાનું ખાતું ધરાવતા વેપારીએ કંસારા શેરીમાં જ રહેતી મહિલા સહિત ત્રણ ઈસમો સામે રૂપિયા 25,000 ની ચોરીની ફરિયાદ નોંધાવી છે. હાલ તો મહિધરપુરા પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદને આધારે મહિલા તથા બે ઈસમો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ સીસીટીવી ફૂટેજ ના આધારે હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સીટીલાઈટ વિસ્તારમાં મહેશ્વરી ભવનની બાજુમાં આવેલ ગાર્ડન પેલેસમાં રહેતા 58 વર્ષીય કમલેશભાઈ જયંતીભાઈ વારૈયા હીરાના વેપાર તથા કુરિયર સર્વિસ સાથે સંકળાયેલા છે. મહિધરપુરા હીરા બજાર ખાતે કંસારા શેરીમાં એન્ટાવર્ક પાર્ક બિલ્ડિંગમાં બીજા માળે તેમની ઓફિસ આવેલી છે. ગત તારીખ 1/11/2025 રાત્રે 8:00 થી રાત્રે 12 વાગ્યા સુધી તેમની ઓફિસ બંધ હતી ત્યારે કંસારા શેરીમાં જ એન્ટવર્ક પાર્ક બિલ્ડિંગના પાર્કિંગમાં જ રહેતા કામિનીબેન મનહરભાઈ સોની તથા તેની સાથે અન્ય બે અજાણ્યા ઈસમોએ ચોરી કરી હોવાની ફરિયાદ કમલેશભાઈએ મહિધરપુરા પોલીસ મથકમાં નોંધાવી છે. આ ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે તારીખ 1/11/2025 ના રોજ સાંજે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી તેમની ઓફિસ બંધ હતી ત્યારે કામિનીબેન સોની તથા લોખંડની ગ્રીલ તોડી નાખી તેની ચોરી કરી હતી. આ ઉપરાંત દરવાજાનો તોડી નાખી ઓફિસના ટેબલમાં મુકેલા રૂપિયા 20,000 ની કિંમતના હીરાનો વજન કાંટો ચોરી કરી કુલ રૂપિયા 25,000 ના મુદ્દામાલની ચોરી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. હાલ તો બનાવને પગલે મહીધરપુરા પોલીસે કમલેશભાઈની ફરિયાદને આધારે કામિનીબેન સોની તથા બે અજાણ્યા ઇસમો સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે