
કેલિફોર્નિયા, નવી દિલ્હી,30 નવેમ્બર (હિ.સ.)
રવિવારે સાંજે અમેરિકાના રાજ્ય કેલિફોર્નિયાના, સેન્ટ્રલ વેલીમાં આવેલા શહેર
સ્ટોકટનમાં જન્મદિવસની પાર્ટીમાં ગોળીબારમાં, ચાર લોકોના મોત અને ઓછામાં ઓછા 10 અન્ય ઘાયલ થયા.
આ ઘટનામાં ઓછામાં ઓછા 10 અન્ય ઘાયલ થયા
છે. આ ઘટના સ્ટોકટનથી લગભગ છ માઇલ, ઉત્તરમાં લ્યુસિલ એવન્યુ નજીક સાંજે 6 વાગ્યાની આસપાસ
બની હતી.
સીએનએનઅને સીબીએસ ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, પોલીસ અને સૈન જોકિન કાઉન્ટી શેરિફ ઓફિસને ટાંકીને, આ
ઘટનાની જાણ કરી હતી. પોલીસ અને શેરિફ ઓફિસ કહે છે કે,” શંકાસ્પદ વ્યક્તિ ફરાર છે.”
શેરિફ ઓફિસના પ્રવક્તા હીથર બ્રેન્ટે જણાવ્યું હતું કે,” લ્યુસિલ એવન્યુ પર ડેરી
ક્વીનની પાછળના એક બેન્ક્વેટ હોલમાં, ગોળીબાર થયો હતો. એક પારિવારિક કાર્યક્રમ
ચાલી રહ્યો હતો. ઘાયલ થયેલા તમામ લોકોને, સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
હતા.”
પ્રારંભિક સંકેતો
સૂચવે છે કે, ગોળીબાર એક હુમલો હતો. હાલમાં માહિતી ખૂબ જ મર્યાદિત છે. તેમણે ઉમેર્યું
કે, શેરિફ ઓફિસ તપાસ કરી રહી છે.
સ્ટોકટનના વાઇસ મેયર જેસન લીએ, સોશિયલ મીડિયા પોસ્ટમાં
લખ્યું, આ ગોળીબાર એક
બાળકના જન્મદિવસની પાર્ટીમાં થયો હતો. પરિવાર અને કેટલાક અન્ય નજીકના મિત્રો હાજર
હતા. બ્રેન્ટે કહ્યું કે,” હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ