
ફોર્ટ લોડરડેલ, (યુનાઇટેડ સ્ટેટ્સ),નવી દિલ્હી, 30 નવેમ્બર (હિ.સ.) લિયોનેલ મેસ્સીએ
શનિવારે ન્યૂયોર્ક સિટી એફસી સામે 5-1 થી વિજય સાથે ઇન્ટર મિયામીને તેમના પ્રથમ મેજર લીગ સોકર (એમએલએસ) કપ ફાઇનલમાં
પહોંચાડ્યું. ટેડિયો એલેન્ડેએ શાનદાર હેટ્રિક ફટકારી, જ્યારે માટો
સિલ્વેટ્ટી અને ટેલ્સાસ્કો સેગોવિયાએ ઇસ્ટર્ન કોન્ફરન્સ ફાઇનલમાં એક-એક ગોલ કર્યો.
આ વિજય સાથે, મિયામી આગામી શનિવારે ફોર્ટ લોડરડેલમાં તેમના હોમ ગ્રાઉન્ડ
પર એમએલએસ ચેમ્પિયનશિપ
મેચનું આયોજન કરશે. વેસ્ટર્ન કોન્ફરન્સ વિજેતા - સૈન ડિએગો એફસી અને વૈકુંવર
વ્હાઇટકેપ્સ - રમ્યા પછી ફાઇનલનો નિર્ણય લેવામાં આવશે.
અગાઉના રાઉન્ડમાં એફસી સિનસિનાટીને 4-0થી હરાવ્યા પછી
મિયામીનો આત્મવિશ્વાસ પહેલાથી જ ચરમ પર હતો, અને ટીમે ન્યૂયોર્ક સામે પણ, એ જ વર્ચસ્વ દર્શાવ્યું.
સિનસિનાટી સામે બે વાર ગોલ કરનાર એલેન્ડે ફરી એકવાર ટીમનો સૌથી અસરકારક હુમલાખોર
સાબિત થયો.
મેચની સ્થિતિ-
14મી મિનિટની શરૂઆતમાં, એલેન્ડેએ ન્યૂયોર્કના ઓફસાઇડ ટ્રેપને તોડી નાખ્યો અને
સર્જિયો બુસ્કેટ્સના શાનદાર થ્રુ બોલ બાદ પહેલો ગોલ કર્યો. ત્રણ મિનિટ પછી, એલેન્ડેએ જોર્ડી
આલ્બાના સચોટ ક્રોસથી શાનદાર હેડરથી લીડ 2-૦ સુધી વધારી દીધી.
37મી મિનિટમાં મેક્સી મોરાલેસના ફ્રી-કિક પર જસ્ટિન હાકના
ગોલને કારણે ન્યૂ યોર્કે 2-1ની સરસાઈ મેળવી લીધી, અને હાફટાઇમ સુધી મેચ રોમાંચક રહી.
બીજા હાફમાં ન્યૂયોર્ક પાસે, બરાબરી કરવાની તક હતી, પરંતુ ઇન્ટર
મિયામીના ગોલકીપર રોકો રિયોસ નોવોએ, જુલિયન ફર્નાન્ડીઝના ખતરનાક શોટને શાનદાર રીતે
બચાવ્યો.
થોડીવાર પછી, 67મી મિનિટે, મિયામીએ શાનદાર વળતો હુમલો કર્યો, અને સિલ્વેટ્ટીએ
મેસ્સીના પરફેક્ટ પાસથી ગોલ કરીને સ્કોર ૩-1 કર્યો. સેગોવિયાએ 83મી મિનિટમાં ચોથો
ગોલ કર્યો, અને એક મિનિટ
બાકી હતી ત્યારે, એલેન્ડેએ તેની
હેટ્રિક પૂર્ણ કરી, જેનાથી
સ્ટેડિયમમાં ઉજવણી શરૂ થઈ ગઈ.
ઇન્ટર મિયામી હવે ટાઇટલ જીતવાના ઇરાદા સાથે એમએલએસ કપ ફાઇનલમાં
પ્રવેશ કરશે.
હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ