ફીફા વર્લ્ડ કપ 2026 માટે કોલંબિયાની ટીમ જાહેર, જેમ્સ રોડ્રિગેઝને મળ્યું સ્થાન
નવી દિલ્હી, 26 મે (હિ.સ.). કોલંબિયાએ સોમવારે ફીફા વર્લ્ડ કપ 2026 માટે પોતાની 26 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં પૂર્વ રિયલ મેડ્રિડ સ્ટાર જેમ્સ રોડ્રિગેઝનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે અલ નાસ્રના ડિફેન્ડર જોન દુરાનને સ્થાન મળ્યું નથી. મુખ્ય
બાયર્ન મ્યુનિકના સ્ટાર ફોરવર્ડ લુઇસ ડિયાઝ


નવી દિલ્હી, 26 મે (હિ.સ.). કોલંબિયાએ સોમવારે ફીફા વર્લ્ડ કપ 2026 માટે પોતાની 26 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં પૂર્વ રિયલ મેડ્રિડ સ્ટાર જેમ્સ રોડ્રિગેઝનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે અલ નાસ્રના ડિફેન્ડર જોન દુરાનને સ્થાન મળ્યું નથી.

મુખ્ય કોચ નેસ્ટર લોરેન્ઝોની ટીમમાં બાયર્ન મ્યુનિકના સ્ટાર ફોરવર્ડ લુઇસ ડિયાઝ સૌથી મોટું આકર્ષણ રહેશે. કોલંબિયા આ વખતે પ્રથમ વખત વર્લ્ડ કપ ખિતાબ જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.

કોલંબિયા વર્ષ 2022 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી શક્યું નહોતું. જ્યારે 2018 વર્લ્ડ કપમાં ટીમ ઇંગ્લેન્ડ સામે પેનલ્ટી શૂટઆઉટમાં હારીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઈ ગઈ હતી. કોલંબિયાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2014 વર્લ્ડ કપમાં રહ્યું હતું, જ્યારે ટીમ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી અને બ્રાઝિલ સામે હારી ગઈ હતી.

વર્લ્ડ કપ 2026માં કોલંબિયાને ગ્રુપ-કેમાં રાખવામાં આવ્યું છે, જ્યાં તેનો મુકાબલો પોર્ટુગલ, ઉઝબેકિસ્તાન અને ડીઆર કોંગો સામે થશે.

ફીફા વર્લ્ડ કપ 2026 માટે કોલંબિયાની ટીમ

ગોલકીપર: કેમિલો વર્ગાસ, અલ્વારો મોન્ટેરો, ડેવિડ ઓસ્પિના

ડીફેન્ડર: ડેવિન્સન સાંચેઝ, જોન લુકુમી, યેરી મીના, વિલિયમ ડિટ્ટા, ડેનિયલ મુનોઝ, સેન્ટિયાગો આરિયાસ, જોહાન મોઝિકા, ડેવિન મચાદો

મિડફિલ્ડર: જેફરસન લેર્મા, જુઆન પોર્ટિલા, રિચાર્ડ રિયોસ, કેવિન કાસ્તાનો, ગુસ્તાવો પુર્તા, જોન એરિયાસ, જોર્જ કારાસ્કલ, જુઆન ફર્નાન્ડો કિન્ટેરો, જેમ્સ રોડ્રિગેઝ

ફોરવર્ડ: લુઇસ ડિયાઝ, જામિન્ટન કેમ્પાઝ, એન્ડ્રેસ ગોમેઝ, લુઇસ સુઆરેઝ, જોન કોર્ડોબા, જોન હર્નાન્ડેઝ.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande